________________
શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
साधुभिः पूज्यमानेऽस्मिन्पीडयमानेऽपि दुर्जनैः । समभावो भवेद्यस्य स जीवन्मुक्तलक्षणः ॥ ४४० ॥
આ[ સ્થૂલશરીર ] સનાવડે પૂજાવાથી [ને ] દુર્જનાવઢ પીડાવાથી પણ જેનુ [મન ] રાગદ્વેષના આભાવવાળું રહે છે તે જીવન્મુક્તના લક્ષણવાળા [ છે. ] ૪૪૦.
यत्र प्रविष्टा विषयाः परेरिता, नदीप्रवाहा इब वारिराशौ । लीयन्ति सन्मात्रतया न विक्रिया मुत्पादयन्त्येष यतिविमुक्तः ॥
જેમ સમુદ્રમાં નદીના પ્રવાહા [ પેસે છે, તેમ] જેમાં ખીજાએ અર્પણ કરેલા વિષયા પ્રાપ્ત થઇને બ્રહ્મસ્વરૂપેજ લીન થાય છે, [ પણ વિષયાનંદની ભ્રાંતિરૂપ] વિકારને ઉપજાવતા નથી, આ યાગી જીવન્મુક્ત [ છે. ] ૪૪૧.
બ્રહ્મને આત્માને અભેદ અનુભવનારની વિષયેામાં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી એમ કહે છે:
विज्ञातब्रह्मतत्वस्य यथापूर्व न संसृतिः ।
अस्ति चेन्न स विज्ञातब्रह्मभावो बहिर्मुखः ॥ ४४२ ॥ જેણે બ્રહ્મસ્વરૂપને અનુભવ્યુ છે તેની અજ્ઞાનદશાના જેવી [ વિષયામાં ] આસક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી. જો [ તેની આસક્તિપૂર્વક પ્રવૃત્તિ થાય ] છે [ તા ] તે બ્રહ્મસ્વરૂપને જાણનારા નથી, [ પણ ] ખાદ્યવૃષ્ટિવાળા [ છે. ] ૪૪૨.
પ્રારબ્ધકર્મના વેગથી જ્ઞાનીની વિષયામાં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ થાય છે એમ શકા થાય તે તેના સમાધાનમાં કહે છેઃ