________________
૫૫
મીવિવેક ચૂડામણિ. ઉપાધિરહિત બ્રહ્મમાં મનને નિશ્ચલ સ્થાપન કરીને, બહારની [દશે ] ઇંદ્રિયોને પોતપોતાનાં ગેલમાં સ્થિર કરીને, [ પડ્યાદિ આસનવડે ] અચલ શરીરવાળો [ થઈ, ] તથા શરીરના નિર્વાહની ચિંતાને ત્યાગ કરી, બ્રાને આત્માને એકપણને જાણી તન્મયપણ વડે અખંડવૃત્તિથી [ C] બ્રહ્માનંદરૂપ અમૃતનું પ્રસન્નતાવડે નિરંતર [ પિતાના ] અંત:કરણમાં પાન કર. અન્ય [ફલ]શૂન્ય [સાધન વડે શું વધારે [ મળવાનું છે?] ૩૭૮. અનાત્માનું ધ્યાન ત્યજીને આત્માનું ધ્યાન કરવાને ઉપદેશ કરે છે -
अनात्मचिन्तनं त्यक्त्वा कश्मलं दुःखकारणम् । चिन्तयात्मानमानन्दरूपं यन्मुक्तिकारणम् ॥ ३७९ ॥ [ સર્વ ] દુઃખના કારણરૂપ [ ] પાપરૂપ [દેહાદિ] અનાત્માનું ધ્યાન ત્યજીને મુક્તિના સાધનરૂપ જે આનંદરૂપ [આત્મા તે] આત્માનું [૮] ધ્યાન કર. ૩૭૯
એ આત્માનું કેવી રીતે ધ્યાન કરવું તે કહે છે – एष स्वयंज्योतिरशेषसाक्षी, विज्ञानकोशो विलसत्यजत्रम् । लक्ष्यं विधायैनमसद्विलक्षणमखण्डवृत्त्याऽऽत्मतयाऽनुभावय॥३८॥
આ [ આત્મા ] સ્વયંપ્રકાશ, સર્વને પ્રકાશક, [ને] જેવી પ્રાપ્તિનું સ્થાન બુદ્ધિ છે એ નિરંતર [વિવર્તરૂપે વિવિધ ] કીડા કરે છે. અસથી વિલક્ષણ અને લક્ષ્યરૂપ કરીને [તું આનું ] અખંડવૃત્તિવડે આત્મપણાથી ( અભેદભાવથી ) વારંવાર ધ્યાન કર. ૩૮૦.