________________
શ્રીવિવેક્યૂડામણિ.
પર
યથાર્થ રીતે પદાર્થનું જ્ઞાન થવાથી આવરણની નિવૃત્તિ થાય છે, મિથ્યા જ્ઞાનને વિનાશ [થાય છે, અને તેથી વિક્ષેપથી ઉપજેલાં [ભયકંપાદિ] દુખની નિવૃત્તિ. થાય છે. ૩૪૭.
જડ પદાર્થોમાં પણ આવી વ્યવસ્થા છે એમ કહે છે – एतत्रितयं दृष्टं सम्यग्रज्जुस्वरूपविज्ञानात्। तस्माद्वस्तुसतत्त्वं शातव्यं बन्धमुक्तये विदुषा ॥३४८॥
યથાર્થ રીતે દેરીના સ્વરૂપના અનુભવથી આ ત્રણ (દેરઢપરના આવરણની નિવૃત્તિ, સર્પરૂપ મિથ્યાજ્ઞાનને વિનાશ, ને સર્પના જ્ઞાનથી ઉપજેલાં ભયાદિ દુઃખની નિવૃત્તિ) જોયાં છે, તેથી વિદ્વાને બંધથી મોકળા થવા માટે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ. ૩૪૮.
જાગ્રતના દશ્યનું મિથ્યાપણું દષ્ટાંત આપીને સમજાવે છે –. अयोग्नियोगादिव सत्समन्वयान्मात्रादिरूपेण विजृम्भते धी:। तत्कायमेतद्वितयं यतो मृषा, दृष्टं भ्रमस्वप्नमनोरथेषु ॥३४९॥
જેમ અગ્નિના સંબંધથી લેતું [ અગ્નિના ધર્મોવાળું પ્રતીત થાય છે, તેમ ] આત્માના સંબંધથી બુદ્ધિ પ્રમાતાદિપે (પ્રમાતા, પ્રમાણ ને પ્રમેયરૂપે) પ્રતીત થાય છે. જેથી બ્રાંતિ, સ્વપ્ન ને મને રાજ્યમાં તેનું (બુદ્ધિનું) પ્રમાતા, પ્રમાણ ને પ્રમેયરૂપ કાર્ય મિથ્યા જોયું છે, તેથી] આ [જાગ્રતનુંદ્વૈત [પણ મિથ્યાજ છે એમ જાણવું. ૩૪૯.
દશ્યનું મિથ્યાપણું ને આત્માનું સત્પણું પુનઃ સમજાવે છે