________________
શ્રીવિવેકચૂડામણિ. મલિન ભૂલશરીરમાંથી આપણાની બુદ્ધિને ત્યાગ કરી કૃતાર્થ થવાનો ઉપદેશ કરે છે –
मातापित्रोर्मलोद्भूतं मलमांसमयं वपुः। त्यत्तवा चाण्डालवरं ब्रह्मीभूय कृती भव ॥ २८७ ॥
માતાના [લેહરૂપ ને પિતાના વીર્યરૂપ મલથી ઉત્પન્ન થયેલું અને વિષ્ઠા ને માંસથી ભરેલું સ્થલશરીર ચાંડાલની પેઠે દૂર ત્યજીને તેમાંથી હુંપણું મૂકી દઈને બ્રહ્મસ્વરૂપ થઈને કૃતાર્થ થા. ૨૮૭.
બ્રહ્મમાં અભેદભાવે સ્થિતિ કરી કુતકને પરિત્યાગ કરવાને ઉપદેશ કરે છે –
घटाकाशं महाकाश इवात्मानं परात्मनि । विलाप्याखण्डभावेन तूष्णीं भव सदा मुने ॥ २८८ ॥
હે મનનશીલ! જેમ ઘટાકાશને મહાકાશમાં તેિમ] આત્માને બ્રહ્મમાં વિલય કરીને બ્રહ્મભાવવડે સર્વદા માન (બ્રહ્મમાં વાણીની સ્થિરતાવાળો) થા. ૨૮૮.
સ્થૂલશરીર તથા બ્રહ્માંડમાંથી મમતા ત્યજી દેવાનો ઉપદેશ કરે છે –
स्वप्रकाशमधिष्ठानं स्वयंभूय सदात्मना। ब्रह्माण्डमपि पिण्डाण्डं त्यजतां मलभांडवत् ॥ २८९ ॥
સદરૂપ આત્માવડે પોતે સ્વપ્રકાશ નિ) અધિષ્ઠાનરૂપ [બ્રહ્મ થઈ વ્યક્ટિશરીરને તથા બ્રહ્માંડને વિષ્ઠાના વાસશુની પેઠે ત્યજવાં જોઈએ. ૨૮૯