________________
४८८
...
vvvvvvvvv-
શ્રીવિવેચૂડામણિ. जन्मवृद्धिपरिणत्यपक्षयव्याधिनाशनविहीनमव्ययम् । विश्वमध्यवविद्यातकारणं, ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२५८ ॥
ઉત્પત્તિ, વૃદ્ધિ, રૂપાંતર, ઘટવું, રેગ ને નાશથી રહિત, અવિકારી, [અને] જંગની ઉત્પત્તિ, સ્થિતિ ને નાશના હેતુરૂપ [જે] બ્રહ્મ [છે,] તે તું છે, [એમ તું તારા ] અંતઃકરણમાં ચિંતન કર. ૨૫૮. अस्तभेदमनपास्तलक्षणं, निस्तरङ्गजलराशिनिश्चलम् । नित्यमुक्तमविभक्तमूर्ति यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५९ ॥
[જીવ, ઈશ્વર ને જગતના ભેદથી રહિત, અંતઃકરણની પ્રત્યેક વૃત્તિમાં સક્રિપે] પ્રકટ સ્વરૂપવાળું, તરંગરહિત સમુદ્રના જેવું ગંભીર, ત્રણે કાલમાં બંધના સંબંધથી રહિત, નિ] વસ્તુના પરિચ્છેદથી રહિત જે બ્રહ્મ [છે, તે તું છે, [ એમ તું તારા ] અંતઃકરણમાં ધ્યાન કર. ૨૫૯. एकमेव सदनेककारणं, कारणान्तरनिरास्यकारणम् । कार्यकारणविलक्षणं स्वयं, ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६० ॥
- એકજ, (સજાતીયાદિ ભેદોથી રહિતજ) સકૂપ, સ્થા વરજંગમ] અનેકના વિવર્ત]કારણરૂપ, [બ્રહ્મથી] ભિન્ન કારણને નિષેધ કરનારાં વેદાંતવચને]વડે કારણરાહત, [માયાનાં કાર્યો ને [માયારૂપ કારણથી વિપરીતસ્વભાવવાળું, [અને] અન્યની અપેક્ષાવિનાનું ]િ બ્રહ્મ [છે, તે તું છે, એમ તું તારા અંતઃકરણમાં નિદિધ્યાસન કર. ૨૬૦.