________________
४७८
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. ભિન્ન ઘડાનું રૂપ નથી જ. [આ કારણથી] કલ્પિત નામમાત્ર મિથ્યા ઘડે [ માટીથી પૃથક્] ક્યાંથી સંભવી શકે ?] ૨૨૮.
કોઈએ પણ ઘડાનું સ્વરૂપ માટીથી ભિનપણુવડે દેખાડી શકાતું નથી, આથી જ ઘડ [ માટીના ] અજ્ઞાનથીક પિત [ છે, ] માટીજ [ ઘડાની અપેક્ષાએ | સત્ય [ ને ! વાસ્તવિકરૂપ [ છે. ] ૨૨૯.
એવી રીતે [ આ ] સર્વ સદૂ૫ બ્રહ્મનું વિવર્તન કાર્ય સત્ ( બ્રહ્મ ) [ છે. ] આ [ પ્રતીત થતું જગત્ તે રૂપ ( બ્રહ્મરૂપ ) [છે, તેનાથી ભિન્ન નથી. [ આ જગત વસ્તુતાએ બ્રહ્મથી ભિન્ન ] છે એમ જે કહે છે તેનું અજ્ઞાન દૂર થયું નથી. તેને ઉઘેલાના જે બકવાદ [ છે.] ૨૩૦.
આ વિષયમાં મુંડકોપનિષની શુતિનું પ્રમાણ આપે છે – ब्रह्मेवेदं विश्वमित्येव वाणी, श्रौती ब्रूतेऽथर्वनिष्ठा वरिष्ठा । तस्मादेतब्रह्ममात्र हि विश्व, नाधिष्टानाद्भिन्नताऽऽरोपितस्य ॥२३१॥
આ સર્વ બ્રહ્મજ છે) એમજ અથર્વવેદમાં (અથર્વવેદની મુંડકેપનિષદ્દમાં) રહેલી અતિશ્રેષ્ઠ શ્રુતિરૂપ વાણી કહે છે, તેથી આ સર્વ બ્રહ્મમાત્રજ [ છે. સપદિ] આરોપિતની દિર આદિ) અધિષ્ઠાનથી ભિન્નતા નથી. ૨૩૧.
જગતને બ્રહ્મના જેવું સત્ય માનવાથી પ્રાપ્ત થતા દેશે વર્ણવે છે:सत्यं यदि स्याजगदेतदात्मना, न तत्त्वहानिर्निगमाप्रमाणता । असत्यवादित्वमपीशितुः स्यान्नेतत्रयं साधुहितं महात्मनाम् ॥२३२ ॥