________________
૪૪૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । याभ्यां विमोहितो देहं मत्वाऽऽत्मानं भ्रमत्ययम् ॥१४४॥
આ બે શક્તિવડેજ પુરુષને બંધ પ્રાપ્ત થયું છે, જે એવડે અત્યંત મેહ પામેલો આ [ પુરુષ] સ્થલશરીરને આત્મા માનીને આ સંસારારણ્યમાં] ભમે છે. ૧૪૪.
હવે બંધની કેવી રીતે સ્થિતિ થઈ છે. તે કહે છે – बीजं संमृतिभूमिजस्य तु तमो देहात्मधीरङ्कुरो, r: પરમવુ રામૈ તુ વધુ રોકાવ: રવિI:, अग्राणीन्द्रियसंहतिश्च विषया: पुष्पाणि दुःखं फलं, नानाकर्मसमुद्भवं बहुविध भोक्ताऽत्र जीवः खगः । १४५॥
સંસારરૂપ વૃક્ષનું બીજ (ઉપાદાનકારણ) અજ્ઞાનજ [છે,] લશરીરમાં આત્માની બુદ્ધિ અંકુર [છે, ] વિષયેચ્છા પાનડાં [છે, પુણ્યપાપરૂ૫] કર્મ જલ [ છે, દેવાદિ ] શરીર થડ [છે,] પ્રાણો શાખાઓ [છે, ] ઇંદ્રિયોને સમહ [ શાખાઓનાં ] અગ્રો [છે,] વિષયે ફૂલો [છે.] અનેક કર્મોથી ઉત્પન્ન થયેલું ઘણા પ્રકારનું દુ:ખ ફલ [છે, અને] આમાં (આ સંસારરૂપ વૃક્ષમાં) [ફલને] ભેગવનારે જીવ પક્ષી [છે.] ૧૪૫.
બંધના કારણના નિરૂપણની સમાપ્તિ કરે છે – अज्ञानमूलोऽयमनात्मवन्धो, नैसर्गिकोऽनादिरनंत ईरितः । जन्माप्ययव्याधिजरादिदुःखप्रवाहपातं जनयत्यमुष्य ॥१४६॥
અજ્ઞાનરૂપ ઉપાદાનકારણવાળે, અન્ય કારણની અપેક્ષાવિનાને, ઉચ્છેદરહિત પ્રવાહવાળે, [અને આત્માના જ્ઞાનવિના