________________
૪૪૭
શ્રીવિચૂડામણિ પરમાનંદ [અને] બ્રહ્મસ્વરૂપને નિશ્ચય [ક] જેવડે [મનુષ્ય] અવિનાશી આનંદના અનુભવને પામે છે, આ ] વિશુદ્ધસસ્વગુણના ધર્મો [ છે.] ૧૧૯.
જીવના કારણશરીરનું તથા તેની અવસ્થાનું નિરૂપણ કરે છેअव्यक्तमेतत्रिगुणैर्निरुक्तं, तत्कारणं नाम शरीरमात्मनः । सुषुप्तिरेतस्य विभक्त्यवस्था, प्रलीनसद्रियबुद्धिवृत्तिः ॥१२०॥
ત્રણ ગુણવડે કહેલું આ અવ્યક્ત (માયાનામનું તત્ત્વ) તે જીવાત્માનું કારણ (સ્થૂલશરીર તથા સૂક્ષ્મશરીરને હેતુ) શરીર (બ્રહ્મવિદ્યાવડે વિનાશ પામનાર) પ્રસિદ્ધ [છે.] જેમાં સર્વ ઇઢિયેની તથા બુદ્ધિની વૃત્તિ અત્યંત લીન થઈ જાય છે એવી [ જાગ્રત તથા સ્વપ્નથી] ભિન્ન અવસ્થા સુષુપ્તિ આની (કારણ શરીરના અભિમાનીની) [છે.] ૧૨૦. सर्वप्रकारप्रमितिप्रशान्ति/जात्मनाऽवस्थितिरेव बुद्धेः । सुषुप्तिरेतस्य किल प्रतीतिः, किंचिन्न वद्मति जगत्प्रसिद्धः॥ | સર્વ પ્રકારનાં (અંતરનાં ને બહારનાં) જ્ઞાનની અત્યંત શાંતિ [ અને ] અંત:કરણની બીજરૂપે સ્થિતિજ સુષુપ્તિ [ અવસ્થા છે. સુષુપ્તિમાંથી ઊઠેલે પુરુષ હું] કાંઈ પણ જાણતે નહોતો [આમ સ્મરણ કરીને કહે છે, આવી] જગતમાં પ્રસિદ્ધિ હવાથી [ સુષુપ્તિ અવસ્થામાં] આની (આ અજ્ઞાનની) પ્રતીતિ [છે એમ ] નક્કી [ જાણવું.] ૧૨૧.
માયા ને માયાનાં સર્વ કર્યો આત્માથી ભિન્ન છે એમ કહે છેदेहेन्द्रियप्राणमनोऽहमादयः, सर्वे विकारा विषयाः सुखादयः। व्यामादिभूतान्यखिलं च विश्वमव्यक्तपर्यन्तमिदं ानात्मा ॥