________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને,
www
પ્રાણાનું નિરૂપણ કરે છે:प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः । स्वयमेव वृत्तिभेदाद्विकृतिभेदात्सुवर्णसलिलवत् ॥ ९५ ॥ જેમ સાનું અને પાણી [કડાં આદિરૂપ ને તર ંગદિરૂપ તેમના કાર્યના ભેદથી [ભેદ પામે છે, તેમ] આ પ્રાણ વૃત્તિના ભેદથી પાતેજ પ્રાણ, અપાન, બ્યાન, ઉદાન ને સમાન થાય
છે. ૯૫.
૪૨૮
સક્ષ્મશરીરનું નિરૂપણ કરે છે:~
वागादि पञ्च श्रवणादि पंच, प्राणादि पच्चाभ्रमुखानि पञ्च | बुद्धयाद्यविद्यापि च कामकर्मणी, पुर्यष्टकं सूक्ष्मशरीरमाहुः ॥ ९६ ॥ इदं शरीरं शृणु सूक्ष्मसंज्ञितं, लिङ्गं त्वपञ्चीकृतभूत संभवम् । सवासनं कर्मफलानुभावर्क, स्वाज्ञानतोऽनादिरुपाधिरात्मनः॥९७॥ વાણી આદિ પાંચ [કમદ્રિયા,] શ્રેત્રાદિ પાંચ [જ્ઞાને દ્વિ,] પ્રાણાદિ પાંચ [પ્રાણા,] આકાશાદિ પાંચ [સૂક્મભૂત, બુદ્ધિ આદિ [અંતઃકરણા,] અવિદ્યા, કામ ને કર્મ [] આ પુરીઓને (જીવના નિવાસસ્થાનાને) [ વિદ્વાનેા ] સૂક્ષ્મશરીર
કહે છે. ૯૬.
આ સૂક્ષ્મનામવાળા શ
[હે પ્રિયદર્શન ! ] સાંભળ. રીરને લિંગશરીર [પણ કહે છે. આ લિંગશરીર] અપચીકૃત (નહિ મળેલાં–સૂક્ષ્મ) [પાંચ] ભૂતેમાંથી ઉપજેલું, વાસનાઓના આશ્રયવાળું, [જીવને શુભાશુભ] કર્મના [સુખદુઃખરૂપ] લના અનુભવનું સાધન, [અને] આત્માના અજ્ઞાનથી આત્માની અનાદિ ઉપાધિ [છે.] ૯૭,