________________
४०४
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
પ્રતીતિ [ છે, તેઓ આત્મજ્ઞાનરૂપ ફલ ઉપજાવવા સમર્થ. થતાં નથી.] ૩૦.
મોક્ષના હેતુભૂત આત્મજ્ઞાનનાં સાધનામાં આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું એ શ્રેષ્ઠ સાધન છે એમ કહે છેઃ– . मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसंधानं भक्तिरित्यभिधीयते ॥ ३१ ॥
મેક્ષના [હેતુભૂત આત્મજ્ઞાનનાં ] સાધનોના સમૂહમાં ભક્તિ જ સર્વોત્તમ [ સાધન છે.] પિતાના [ વાસ્તવિક સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું આ ભક્તિ કહેવાય છે. ૩૧.
સાંખ્યવાદીઓ પણ આવા પ્રકારની ભક્તિને સ્વીકાર કરે છે તે, તથા સાધનસંપન્ન થઈ મુમુક્ષુએ ગુને શરણે જવું જોઈએ તે નીચેના વડે કહે છે –
स्वात्मतत्त्वानुसंधानं भक्तिरित्यपरे जगुः । उक्तसाधनसंपन्नस्तत्वजिज्ञासुरात्मनः ॥ उपसीदेद्गुरुं प्राशं यस्माद्वंधविमोक्षणम् ॥ ३२ ॥
પિતાના આત્મતત્વનું અનુસંધાન કરવું [ આ ] ભક્તિ એમ બીજાઓ (સાંખ્યવાદીએ) કહે છે. [ આગળ] કહેલાં [ચાર ] સાધનોથી યુક્ત [ ને ] પિતાના વાસ્તવિક સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળે [ પુરુષ ] બ્રહ્મજ્ઞાની સદ્દગુરુને શરણે જાય, જેથી [ તે સંસારના ] બંધથી અત્યંત મેકળે થાય છે.] ૩૨. - હવે શરણે જવાયોગ્ય સદ્ગુરુનાં લક્ષણો કહે છે