________________
શ્રીવિવેકચૂડામણિ.
૪૦૧ , ૩ [ પિતાના મનુષ્ય શરીરથી માંડીને બ્રહ્માના [શરીર- - પર્વતની વિનાશવાળી ભોગની વસ્તુમાં [તેના તુછપણાના] દર્શન ને શ્રવણાદિવડે [ ઉપજેલી ] જે [ તેમના ] ત્યાગની ઈચ્છા તે વિરાગ્ય [ કહેવાય છે.] ૨૧.
હવે શમનું લક્ષણ કહે છે – विरज्य विषयवातादोषदृष्टया मुहुर्मुहुः। स्वलक्ष्ये नियतावस्था मनस: शम उच्यते ॥ २२ ॥
વારંવાર દષદષ્ટિવડે વિષના સમૂહથી વૈરાગ્ય પામીને [ સંકલ્પવિકલ્પરૂપ ] મનની [જે પિતાના લક્ષ્યમાં (અધિષ્ઠાનરૂપ બ્રહ્મમાં) નિગ્રહ કરેલી સ્થિતિ [તે ] શમ કહેવાય છે. ૨૨.
દમ તથા ઉપતિનું સ્વરૂપ કહે છે – विषयेभ्यः परावृत्य स्थापनं स्वस्वगोलके । उभयेषामिंद्रियाणां स दम: परिकीर्तितः॥ . वाह्यानालम्बनं वृत्तेरेवोपरतिरुत्तमा ॥ २३ ॥
બંને પ્રકારની ઇન્દ્રિયને ( કમૅટ્રિયેને તથા જ્ઞાનેંદ્રિને) [ તેમના ] વિષથી પાછી વાળીને પોત પોતાના ગેલકમાં સ્થિર કરવી તે [ આત્મજ્ઞાનીઓએ] દમ કહે છે. [ ચિત્તની] વૃત્તિનું બહારના [અનાત્મ પદાર્થોને ] આકારે ન થવું [તે ]જ શ્રેષ્ઠ ઉપરતિ [કહેવાય છે. ] ૨૩.
હવે તિતિક્ષાનું લક્ષણ કહે છે – सहनं सर्वदुःखानामप्रतीकारपूर्वकम् । चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते ॥ २४ ॥