________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिमुक्तिर्नो शतजन्मकोटिसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ २ ॥
જીવાને મનુષ્યના જન્મ દુર્લભ [છે,] આનાથી પુરુષપણું [દુર્લભ છે,] તેથી બ્રાહ્મણપણું [દુર્લભ છે.] તેથી વેદોક્ત ધર્મમાર્ગમાં તત્પર થયું [દુર્લભ છે,] આનાથી પર વિદ્વપણું [દુર્લભ છે, આનાથી] જડ ને ચેતનને વિવેક [દુર્લભ છે, આનાથી ] આત્માના સાક્ષાત્કાર દુર્લભ છે, ને આનાથી] બ્રહ્મસ્વરૂપે સ્થિતિ [એટલે મુક્તિ દુર્લભ છે, આવી] મુક્તિ સે કરાડ (અસંખ્ય) જન્માનાં પુણ્યાવિના [જીવને] પ્રાપ્ત થતી નથી, [ તેથી વિવેકી મનુષ્યે મુક્તિ મેળવવા ઘણામાં ઘણા યત્ન કરવા જોઇએ.] ૨.
જવને મનુષ્યપણું આદિ દુર્લભ છે એમ પુનઃ કહે છે:दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहहेतुकम् ।
૩૮૪
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ॥ ३ ॥
મનુષ્યપણું, મુમુક્ષુપણું ને બ્રહ્મનિષ્ઠ પુરુષને દઢ આશ્રય આ ત્રણજ દુર્લભ [ન] પરમાત્માની કૃપાથી મળે એવાં [છે.] ૩.
આવા દુર્લભ મનુષ્યજન્મને પામીને વિવેકી મનુષ્યે શું કરવું જોઇએ તે કહે છેઃ-~~~
लब्ध्वा कथंचिन्नरजन्मदुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् । यस्त्वात्ममुक्तौ न यतेत मूढधीः, स ह्यात्महा स्वं विनिहन्त्य सङ्ग्रहात् ॥४॥ મૂઢબુદ્ધિવાળા [ મનુષ્ય ] દુર્લભ મનુષ્યજન્મને