________________
શ્રીઅપરક્ષાનુભૂતિ.
હવે પ્રત્યાહારનું નિરૂપણ કરે છેઃ— विषयेष्वात्मतां દધ્રા मनसश्चिति मज्जनं । प्रत्याहारः स विज्ञेयोऽभ्यसनीयो मुमुक्षुभिः ॥ १२१ ॥ [શબ્દાદિ] વિષયેામાં [અસ્તિ,-છે, ભાતિ,-પ્રતીત થાય છે, ને પ્રિય,-સુખ,-આ ત્રણ આત્માના અંશેવડે] આત્મપણાનુ' અનુસંધાન કરીને અંતઃકરણને[નામ, રૂપ ને ક્રિયાના અનુસંધાનથી રહિતપાવર્ડ] ચેતનમાં ડુબાવી દેવું તે પ્રત્યાહાર જાણવા. મુમુક્ષુઓએ આ પ્રત્યાહાર વારંવાર] અભ્યાસ કરવાયેાગ્ય [છે.] ૧૨૧.
હવે ધારણાનું સ્વરૂપ વર્ણવે છેઃ
यत्र यत्र मनो याति ब्रह्मणस्तत्र दर्शनात् । मनसो धारणं चैव धारणा सा परा मता ॥ १२२ ॥
જયાં જ્યાં ( જે જે પ્રાણિપદામાં) મન જાય ત્યાં (તે તે પ્રાણિપદામાં ) [ નામરૂપાદિની ઉપેક્ષાવર્ડ અસ્તિ, ભાતિ ને પ્રિયરૂપે રહેલા ] પ્રસિદ્ધ બ્રહ્મના અનુસંધાનથી મનને સ્થિર કરવું તે શ્રેષ્ઠ ધારણા માનેલી [ છે. ] ૧૨૨. હવે ધ્યાનનું લક્ષણ કહે છે:
ब्रह्मैवास्मीति सद्वृत्त्या निरालंबतया स्थितिः । ध्यानशब्देन विख्याता परमानंददायिनी ॥ १२३ ॥
[હું] બ્રહ્મજ છું આ સત્ય ( કેઇ પણ પ્રમાણુવર્ડ ખાધ નિહું પામનારી ) વૃત્તિની વિષયરહિતપાવર્ડ પરમાનંદ આપનારી [ જે] સ્થિતિ [ તે] ધ્યાનશબ્દવડે પ્રસિદ્ધ [ છે. ] ૧૨૩.
૩૮૩