________________
શ્રીઅપરાક્ષાનુભૂતિ.
૩૬
મૈં ગ્ણાય છે, તેમ [ અજ્ઞાની] અજ્ઞાનના સંબંધથી આત્મામાં શરીરપણુ જાણે છે. ૮૪.
यथैव दिग्विपर्यासों मोहाद्भवति कस्यचित् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८५ ॥
જેમ કેાઇને ભ્રાંતિથીજ દિશાના ભ્રમ થાય છે, તેમ [ અજ્ઞાની ]અજ્ઞાનના યાગથી આત્મામાં શરીરપણું, માને છે.
૮૫.
यथा शशी जले भाति चंचलत्वेन कस्यचित् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८६ ॥
જેમ કેાઇને ચંદ્ર [ અથવા સૂર્ય] જલમાં ચંચલપણાવડે ભાસે છે, તેમ [અજ્ઞાની] અજ્ઞાનના સંયેાગથી આત્મામાં દેહપણું જાણે છે. ૮૬.
હવે નીચેના એ શ્લોકોવર્ડ ઉપર કહેલા અર્થની સમાપ્તિ કરે છેઃ—
एवमात्मन्यविद्यातो देहाध्यासो हि जायते । स एवात्मपरिज्ञानाल्लीयते च परात्मनि ॥ ८७ ॥
એવી રીતે અવિદ્યાથીજ આત્મામાં શરીરની ભ્રાંતિ ઉપજે છે, અને તે [ભ્રાંતિ] આત્માના દેઢજ્ઞાનથી શુદ્ધ આત્મા માંજ લીન થાય છે.
એવી રીતે આત્માના અજ્ઞાનથી આત્મામાં શરીરની ભ્રાંતિ એટલે હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ છું, એવા શરીરમાં હુંપણાના ( આત્મપણાના) ભ્રમ ઉત્પન્ન થાય છે, અને તે ભ્રાંતિ તથા તેનું
૨૪