________________
૩૫૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. સર્પરૂપે પ્રતીત થાય છે, તેમ અધિષ્ઠાનરૂપ બ્રહ્મને નહિ જાણનારને બ્રહ્મજ નામ, રૂપ ને કર્મરૂપે પ્રતીત થાય છે. ૫૦..
આ વિષયમાં લોકપ્રસિદ્ધ ઉદાહરણ આપે છે – सुवर्णाजायमानस्य सुवर्णत्वं च शाश्वतं । ब्रह्मणो जायमानस्य ब्रह्मत्वं च तथा भवेत् ॥ ५१ ॥
જેમ સેનામાંથી ઉપજેલાનું (ઉપજેલા ઘરેણાનું ) સેનાપણું નક્કી [ છે, તેમજ બ્રહ્મમાંથી ઉપજેલાનું (ઉપજેલા જગતનું) બ્રહ્મપણું છે. ૫૧.
પોતાને (જીવન) બ્રહ્મથી ભિન્ન માનનારને ભય થાય છે. એમ કહે છે – स्वल्पमप्यंतरं कृत्वा जीवात्मपरमात्मनोः । य: संतिष्ठति मूढात्मा भयं तस्याभिभाषितं ॥ ५२ ॥
- જે અજ્ઞાની જીવાત્મા ને પરમાત્મામાં [ બ્રહ્મ મારાથી ભિન્ન છે, હું તેને ઉપાસક છું, ને તે ઉપાસ્ય છે, એવી રીતે ] છેડો પણ ભેદ કરીને રહે છે તેને [“ચા ઘેર્વતમિનુમંત કુત્તે રથ તથ મથે મતિ” – જ્યારે આ પુરુષ આ બ્રહ્મમાં થોડો પણ ભેદ કલપે છે ત્યારે તેને જન્મમરણાદિ ભય થાય છે, આ યુતિ જન્મમરણદિરૂપ ] ભય કહે છે. પર.
અંધારા ને અજવાળાના જેવાં પરસ્પર વિરુદ્ધસ્વભાવવાળાં દૈત ને અદૈત એક અધિકરણમાં કેમ રહી શકે ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં અવસ્થાના ભેદથી તે રહી શકે છે એમ કહે છે - यत्राज्ञानाद्भवेद्वैतमितरस्तत्र पश्यति । आत्मत्वेन यदा सर्व तरस्तत्र चाण्वपि ॥ ५३॥