________________
૩૫૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
સર્વ બ્રહ્મ આવી આજ્ઞાથી વ્યાયવ્યાપકપણું મિથ્યા [છે, આમ પરમતત્ત્વ જાણવાથી ભેદને અવસર કયાંથી ?
“સર્વ વુિં બ્રહ્મ–આ સર્વ નિશ્ચય બ્રહ્મ છે, આવી શ્રુતિરૂપ ઈશ્વરની આજ્ઞાના બલથી જગત નું અંતરપણું ને બ્રહ્મનું બાહ્યપણું ઘડાના અંતરપણું ને આકાશના બાહ્યપણાની પેઠે મિથ્યા છે. આવી રીતે સર્વના વિવર્તપાદાનકારણ બ્રહ્મને જાણવાથી જગતના ને બ્રહ્મના ભેદનો અવકાશજ ક્યાં રહે છે ? ૪૬.
અંતરપણું ને બહારપણું આવો ભેદ પ્રત્યક્ષ પ્રતીત થાય છે તેને મિથ્યા કેમ માની શકાય ? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે –
श्रुत्या निवारितं नूनं नानात्वं स्वमुखेन हि । कथं भासी भवेदन्यः स्थिते चाद्वयकारणे ॥ ४७ ॥ દિ નારાગત ધિંચન–બ્રહ્મમાં કાઈ પણ ભેદ નથી આ શ્રુતિએ પોતાને મુખેજ નાનાપણાનું–સર્વ પ્રકારના ભેદનું–નકકી નિવારણ કર્યું છે, તેથી ભેદ મિથ્યા છે, બ્રહ્મરૂપ અદ્વિતીય કારણ સ્થિત હોવાથી અન્યને (અંતરપણાને ને બહારપણાને) ભાસ કેવી રીતે સંભવી શકે ? [ નજ સંભવી શકે, તેથી અંતરપણાને ને બાહ્યપણાને પ્રત્યક્ષ પ્રતીત થતે ભેદ પણ મિથ્યાજ છે.] ૪૭.
વળી ભેદજ્ઞાનને શ્રુતિએ દેવરૂપ કહેલું હોવાથી પણ કારણથી ભિન્ન કાર્ય નથી એમ કહે છે
दोषोऽपि विहितः श्रुत्या मृत्योर्मृत्युं स गच्छति । इह पश्यति नानात्वं मायया वंचितो नरः ॥ ४८ ॥