________________
૩૫ર
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને.
ત્યાંસુધી અગ્નિક્ષેત્ર હેમે,–આ વૈદિકકર્મનું પ્રતિપાદન કરનારા વેદના] કર્મપ્રતિપાદક ભાગે પણ પ્રસિદ્ધ આત્મા
પૂલશરીરથી વિલક્ષણ ને નિત્ય કહે છે. તેવું સ્થૂલશરીર પડ્યા પછી તેનું (તે કર્મનું) ફલ ભેગવે છે. [ ન્યાય, વૈશેષિક, સાંખ્ય ને ગમાં પણ પૂલશરીરથી આત્માને ભિન માનેલો છે.] ૩૮.
" બીજા વાદીઓની પેઠે તમે જે આત્માને કર્તાક્તા માનશે તો તમારા સિદ્ધાંતની હાનિ થશે એમ શંકા કરે તે તેનું સમાધાન
लिंग चानकसंयुक्तं चलं दृश्यं विकारि च । अव्यापकमसद्रपं तत्कथं स्यात्पुमानयं ॥ ३९ ॥
સૂક્ષ્મ શરીર અનેકથી સંબંધવાળું, ચલ, દશ્ય, વિકારિ, અવ્યાપક ને અસદ્રપદુ છે,Jતે આ આત્મા કેમ સંભવી શકે?
સૂક્ષ્મશરીર કર્તાભોક્તા છે, આત્મા કર્તાભોક્તા નથી, તેથી આત્માને અકર્તા તથા અભતા માનનારા જે અમે તેના મતને લેશ પણ હાનિ પહોંચતી નથી. સૂક્ષ્મ શરીર પાંચ કર્મે દિયે, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ પ્રાણ, મન ને બુદ્ધિ આ સત્તર તરૂપ હોવાથી તેમની સાથે સંબંધવાળું છે, તેમાં મનનું પ્રધાનપણું હોવાથી તે ચલ છે, આત્માવડે તે દૃશ્ય છે, બલવાન થવાના તથા નિર્બલ થવાના સ્વભાવવાળું છે, પરિચ્છિન્ન એટલે એકદેશમાં રહેનારું છે, ને જ્ઞાનવડે બાધ પામવાને
ગ્ય હોવાથી મિથ્યા છે, માટે તે સૂક્ષ્મ શરીર આ આત્મા કેવી રીતે સંભવી શકે? નજ સંભવી શકે. જેવી રીતે સૂક્ષ્મશરીર આત્મા નથી તેમ જડ ને પરપ્રકાશ્યસ્વભાવવાળું કારણશરીર પણ આત્મા નથી. ૩૮.