________________
શ્રીઅરિક્ષાનુભૂતિ..
૩૪૩ મગુણના કાર્યરૂપ કહેવાય છે, [ છતાં જેઓ ] તે બંનેના એકપણને જાણે છે તેનાથી ભિન્ન અજ્ઞાન કયું?
આત્મા સ્વયંપ્રકાશસ્વભાવવાળો હેઈને સૂર્યાદિની પેઠે અન્ય સર્વને પ્રકાશક છે, અને તે વડે પ્રકાશ પામનારા પદાર્થોના સર્વ પ્રકારના ગુણદોષથી તે અત્યંત રહિત છે, અને સ્કૂલશરીર તથા સૂક્ષ્મશરીર તે ઘટાદિની પેઠે પ્રકાશ પામનાર હોવાથી જડ છે, ને તમોગુણના કાર્યરૂપ પાંચ ભૂતના કાર્યરૂપ હોવાથી મલિન છે, છતાં જે વાદીઓ તે બંનેના (આત્માના ને સૂક્ષ્મણૂલશરીરના ) એકપણુને નિશ્ચય કરે છે તે વાદીઓના વિપરીતજ્ઞાનના હેતુભૂત અજ્ઞાનથી ભિન્ન બીજું કયું અજ્ઞાન છે ? એજ અજ્ઞાન છે. ૨૦.
એકના એક વિષયવિષે વારંવાર કથન કરવાથી અહિં પુનરુક્તિદોષની પ્રાપ્તિ થાય છે એવી શંકા ન કરવી, કેમકે આત્માના અલૌકિકપણુવડે તેનું અત્યંતદુર્બોધપણું હેવાથી પરમાણિક આચાર્યભગવાન મુમુક્ષુઓ ઉપર દયા કરી તેમને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવવા આત્માનું તથા દસ્યનું બહુ પ્રકારે વિલક્ષણપણું દેખાડે છે –
आत्मा नित्यो हि सद्पो देहोऽनित्यो ह्यसन्मयः । तयोरयं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ २१ ॥
આત્મા નિત્ય ને સકૂપ (બાધ નહિ પામનાર) છે, અને ] શરીર અનિત્ય [ ને ] અસલૂપ ( બાધ પામનારું) [ છે, છતાં જેઓ ] તે બંનેના એકપણાને જાણે છે તેનાથી ભિન્ન અજ્ઞાન કયું? ૨૧. ' આત્માને પ્રકાશ અગ્નિ આદિના પ્રકાશ જેવો નથી એમ