________________
૩૪૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો વળી આત્મા તથા સુક્ષ્મશરીરના વિલક્ષણપણાને જણાવે છે – आत्मा नियामकश्चांतर्देहो बाह्यो नियम्यकः । तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ १८॥
આત્મા નિયામક ને અંતર [ છે, ને ] સૂફમશરીર નિયમ [ને ] બાહ્ય [ ;] તે બંનેનું એકપણું જુએ છે, આનાથી બીજું અજ્ઞાન શું?
પૂર્વોક્ત આત્મા દેહાદિને નિયમમાં રાખનારો ને ત્રણ શરીરની અંતર રહેનાર છે, અને સમશરીર તો નિયમમાં રહેનારું ને આત્માની અપેક્ષાએ તેનાથી બહાર રહેનારું છે; આવી રીતે આત્મા ને સૂક્ષ્મ શરીર એ બંને પરસ્પર વિપરીતસ્વભાવવાળાં છે, છતાં જે વાદીઓ તે બંનેના એકપણાને નિશ્ચય કરે છે, તે વાદીઓના વિપરીતજ્ઞાનના હેતુભૂત અજ્ઞાનથી ભિન્ન બીજું કયું અજ્ઞાન છે ? એજ અજ્ઞાન છે. ૧૮.
હવે આત્માનું ને સ્થૂલદેહનું વિલક્ષણપણું દેખાડે છે – आत्मा ज्ञानमयः पुण्यो देहो मांलमयोऽशुचिः ।। तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ १९ ॥
આત્મા પ્રકાશસ્વરૂપ [ને ] પવિત્ર છે, અને] યૂ. લશરીર માંસાદિના સમૂહરૂપ [ ] અપવિત્ર [૨, છતાં જેઓ] તે બંનેનું એકપણું જાણે છે તેનાથી ભિન્ન અજ્ઞાન કયું? ૧૯.
પુનઃ આત્મા તથા બંને શરીરના વિલક્ષણપણુનું નિરૂપણ કરે છે - आत्मा प्रकाशकः स्वच्छो देहस्तामस उच्यते । तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ॥ २० ॥
આત્મા પ્રકાશક ને સ્વચ્છ [ છે, ને બંને ] શરીર ત