________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. संसारबंधनिर्मुक्तः कथं मे स्यात्कदा विधे। .
इति या सुदृढा बुद्धिर्वक्तव्या सा मुमुक्षुता: ॥ ९ ॥ : હે વિધાતા ! સંસારરૂપ બંધનથી મારી મુક્તિ કેવી રીતે નેિ ક્યારે થશે? આવી જે સુદઢ બુદ્ધિ તે મુમુક્ષુતા કહેવી.
હે વિશ્વકર્તા બ્રહ્મા ! નાનાપ્રકારનાં શરીર કર્માનુસાર ધારણ કરવાં ને પ્રારબ્ધની સમાપ્તિએ પાછું મરણ પામવું આ સંસારરૂપ વિકટ બંધનથી હું કેવી રીતે ને કયા સમયમાં મેકળો થઈશ ? હું અનેક યોનિઓમાં જન્મીને તથા તે શરીરનો ત્યાગ કરીને બહુ થાકી ગયો છું, આવી જે સંસારબંધનથી મેકળા થવાની અડગ બુદ્ધિ તે મુમુક્ષતા કહેવાય છે. ૮.
ઉપર કહેલાં ચાર સાધને જે પુરુષે સંપાદન કર્યા હોય તે પુરુષના કર્તવ્યને કહે છે –
उक्तलाधनयुक्तेन विचार: पुरुषेण हि । कर्तव्यो ज्ञानसिद्धयर्थमात्मन: शुभमिच्छता ॥ १० ॥
કહેલાં સાધનથી યુક્ત ]િ પિતાનું શુભ ઇચ્છનાર પુરુષે જ્ઞાનની સિદ્ધિ માટે વિચારજ કરવાગ્ય છે.
ઉપર નિરૂપણ કરવામાં આવેલાં વૈરાગ્યાદિ ચાર સાધનોથી યુક્ત અને પરમાનંદની-મેક્ષસુખની-પ્રાપ્તિરૂપ પિતાનું મંગલ ઇચ્છનાર જ્ઞાનાધિકારી ઉત્તમ મનુષ્ય આત્માથી અભિન્ન બ્રહ્મના અપરોક્ષજ્ઞાનની પ્રાપ્તિમાટે આત્મા તથા અનાત્માના વિવેકરૂપ વિચારજ વારંવાર પરમાદરપૂર્વક કરવાગ્ય છે, અન્ય કઈ પણ કરવાગ્ય નથી. ૧૦.
બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાટે વિચાર શામાટે કર્તવ્ય છે તે દષ્ટાંત સહિત જણાવે છે