________________
' ૩૨૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. - નિરરતતિયાનવું વૈષ્ણવે પ્રમ્
પુનરાવૃત્તિ વૈવલ્ય પ્રતિરે છે પરૂ in
इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचिता રાજ્યવૃત્તિ સંપૂf I ૨૪
સંચિત કર્મરૂપ બંધને જ્યારે સારી રીત ક્ષય થાય L[ ત્યારે તે ] જીવન્મુક્ત પ્રારબ્બકમના વેગવડે કેટલેક સમય સ્થિતિ કરે છે. [પછી ] નિરતિશયાનંદરૂપ [ ને પુનરાવૃત્તિરહિત પરમાત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપરૂપ કૈવલ્યને પામે છે.
અંતરાત્માથી અભિન્ન બ્રહ્મના દઢ અપક્ષજ્ઞાનથી જ્યારે તે પુરુષનાં સંચિતકર્મરૂપ એટલે અન્ય ભાવિદેહાને ઉપજાવવાના બલવાળા અપકવ સંસ્કારૂપ બંધનો સારી રીતે વિનાશ થાય છે ત્યારે તે પુરુષ જીવન્મુક્ત કહેવાય છે. તે જીવન્મુકત બલવાન પ્રારબ્ધ કર્મના ફલરૂપે આવિર્ભાવ પામનારા રાગાભાસાદિરૂપ સંસારની વાસનાના લેશસહિત
ડે કાલ આ પૃથિવીપર સ્થિતિ કરે છે. વર્તમાનમાં પ્રતીત થતા દેહની ઉત્પત્તિ, સ્થિતિ ને નાશના હેતુભૂત કર્મ પ્રારબ્ધ કહેવાય છે. ભાવિદેહને ઉત્પન્ન કરવાના અપકવ બલવાળા સંસ્કાર સંચિત કર્મ કહેવાય છે. જ્ઞાનોત્પત્તિ પછી દેહની સ્થિતિ પર્યત કર્તાપણાદિના અભિમાનવિના કરવામાં આવતાં કર્મો આગામી કહેવાય છે. પછી જ્યારે ગાભ્યાસવડે વા ફલના ભગવડે તેમના પ્રારબ્ધની સમાપ્તિ થાય છે ત્યારે તેઓ અપરિમિતાનંદ ને પુનરાવૃત્તિથી રહિત પરમાત્માના સર્વેત્તમ સ્વરૂપરૂપ કૈવલ્યને પામે છે, અર્થાત અખંડસચ્ચિદાનંદબ્રહ્મરૂપે સ્થિત થાય છે. પર-પ૩.