________________
શ્રીવાયવૃત્તિસ્તાત્ર.
૩૨૫
નિર્વિકારણાથી પણ જીવ બ્રહ્મનેા વાસ્તવિક અશ વા કાર્ય નથી,
એમ નક્કી થાય છે. ૪૮.
હવે બ્રહ્મના અપરાક્ષનાનમાટે તથા તેના જ્ઞાનની દૃઢતામાટે સાધન કહે છેઃ—
अहं ब्रह्मेति वाक्यार्थबोधो यावद्द्दढीभवेत् । शमादिसहितस्तावद्भ्यसेच्छ्रवणादिकम् ॥ ४९ ॥
હું બ્રહ્મ [ હું] આ વાકચના અર્થનું જ્ઞાન જ્યાંસુધી દૃઢ થાય ત્યાંસુધી શમાદિસહિત શ્રવણાદિકના અભ્યાસ કરે.
હું સ્થૂલશરીર, ઇંદ્રિયા, અંતઃકરણ, પ્રાણ કે ચિદાભાસરૂપ જીવ નથી, પણ તે સર્વના અધિષ્ઠાનરૂપ અંતરાત્માથી અભિન્ન બ્રહ્મ છું, એમ પેાતાના બ્રહ્મસ્વરૂપનું અપરાક્ષજ્ઞાન જ્યાંસુધી સંશયવિપયયરહિત દૃઢ ન થાય ત્યાંસુધી મુમુક્ષુ પુરુષ મનને વશ રાખવારૂપ તથા ઇંદ્રિચેાને વશ રાખવારૂપ સાધનસહિત વેદાંતશાસ્ત્રનું વારંવાર શ્રવણુ, વારંવાર મનન, તે વારંવાર નિદિધ્યાસન આદરપૂર્વક કરે. બહુ કાલથી આરેાપિત સંસારવાસનાને લીધે ચિત્તમાં વારંવાર વિક્ષેપ ઉપજવાનેા સંભવ છે, માટે ચિત્તને સૂક્ષ્મ કરવા વારંવાર બ્રહ્મધ્યાનરૂપ નિદિધ્યાસન કરવું. વળી ચિત્તમાં ચિરકાલથી રહેલી સાંસારિક વાસનાઓની નિવૃત્તિમાટે વારંવાર આદરપૂર્વક પોતાના ને જગા બ્રહ્મસ્વરૂપની ભાવના કર્યા કરવી. સાંસારિક વાસનાઓનું દૃઢપણું મટી તેનું અત્યંત વિરલપણું ન થાય ત્યાંસુધી બ્રહ્મજ્ઞાનની દૃઢતા થઇ શકતી નથી, માટે સાંસારિક વાસનાઓની ક્ષીણતા કરવા મુમુક્ષુએ સાવધાનતા સેવવી જોઇએ. જેમ કામલ કાંટા પગને વીંધી શકતે નથી, તેમ અદૃઢ વાસનાએ આકાશના જેવા સ્વચ્છ ચિત્તમાં વિક્ષેપ ઉપજાવી શકતી