________________
શ્રીવાક્યત્તિસ્તોત્ર.
૩૧
–
વસ્તુતાએ તેમાં કોઈ પણ ભેદ નથી. ચેતન ને આનંદ એ બંને શબ્દો એકજ વસ્તુને જણાવનારા છે. ૩૮.
એવી રીતે બને પદોના લક્ષ્યાર્થના અત્યંત એકપણુરૂપ વાક્ષાર્થનું જ્ઞાન થવાથી શું થાય છે? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે?—
इत्थमन्योन्यतादात्म्यप्रतिपत्तिर्यदा भवेत् । अब्रह्मत्वं त्वमर्थस्य व्यावर्तेत तदैव हि ॥ ४० ॥
જ્યારે આવી રીતે એકબીજાના એકપણાનું જ્ઞાન થાય. છે ત્યારે જ તું અર્થનું અબ્રહ્મપણું નિવૃત્ત થાય છે.
- જે સમયમાં ઉપર કહેલી રીતે સંપદના અર્થના (જીવન) ને તત્પદના અર્થના (ઈશ્વરના) એકપણુનું સંદેહરહિત જ્ઞાન કોઈ પણ મનુષ્યને થાય છે તે સમયમાં જ ચંપદના અર્થરૂપ જીવના અબ્રહ્મપણાની-હું મનુષ્ય છું ઈત્યાદિ અભિમાનથી સક્રિતીયપણુવડે કર્તવભોકતૃત્વાદિ લક્ષણવાળા સંસારીપણુની-નિવૃત્તિ થાય છે. ૪૦.
જીવને સંસારીપણુની નિવૃત્તિની પેઠે અભેદજ્ઞાનથી ઈશ્વરના ૫રોક્ષપણુની પણ નિવૃત્તિ થઈ જાય છે, ને પછી જીવ બ્રહ્મરૂપે સ્થિતિ કરે છે, એમ કહે છે –
तदर्थस्य च पारोक्ष्यं यद्येवं किं ततः शृणु । पूर्णानन्दैकरूपेण प्रत्यग्बोधोऽवतिष्ठते ॥ ४१ ॥
અને તપદનું પક્ષપણું [ નિવૃત્ત થાય છે.] જે એમ [થાય તે] પછી શું? સાંભળ. પ્રત્યાધ પૂર્ણાનંદરૂપેજ સ્થિત થાય છે, - તત્પદના અર્થન ને ચંપદના અર્થના એકપણાનું જ્ઞાન થવાથી