________________
૩૦૪
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદ રત્નો.
હે પ્રભો ! આત્મા જડ ભૂલશરીરથી ભલે ભિન્ન હોય, પણ હું તે તેનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ જાણવા ઇચ્છું છું, માટે મને તેનું વાસ્તવિક સ્વરૂપ કહેવાની કૃપા કરે, એમ શિષ્ય પ્રાર્થના કરે છે –
अनात्मा यदि पिण्डोऽयमुक्तहेतुबलान्मत:।। करामलकवत्साक्षादात्मानं प्रतिपादय ॥ १४ ॥
[ શિષ્ય પૂછે છે – ] કહેલા હેતુઓના સામર્થ્યથી આ સ્થલશરીર જે અનાત્મા [ છે એમ] સંમત હોય તે ભલે તેનું અનાત્મપણું હોય, પણ આવડે આત્માને વિચાર સિદ્ધ થઈ શકશે નહિ, માટે કૃપા કરી] હાથમાં રાખેલા આમળાની પેઠે સાક્ષાત્ આત્માનું પ્રતિપાદન કરે.
સાક્ષાત-હું આવા સ્વરૂપવાળો છું એમ અંતરાયરહિત અપોતપણુવડે જાણું એવી રીતે. ૧૪.
| શિષ્યને આત્માનું સ્વરૂપ સમજાવવા પ્રથમ તેનું પૂલશરીરના સાક્ષિરૂપે નિરૂપણ કરે છે -
घटद्रष्टा घटाद्भिन्नः सर्वथा न घटो यथा ।
देहद्रष्टा तथा देहो नाहमित्यवधारय ॥ १५ ॥ I[ શ્રીસદ્દગુરુ કહે છે - ] જેમ ઘડાને દ્રષ્ટા સર્વ પ્રકારે [ દશ્ય ] ઘડાથી ભિન્ન [ છે, ] ઘડારૂપ નથી, તેમ સ્થલશરીરને દ્રષ્ટા હું [ દશ્ય ] સ્થલશરીરરૂપ નથી, એમ નક્કી કર. ૧૫. તું ઈદ્રિ, મન, બુદ્ધિ તથા પ્રાણને પણ દ્રા છે એમ કહે છે.
एवमिंद्रियङ्नाहमिंद्रियाणीति निश्चिनु । मनो बुद्धि तथा प्राणो नाहमित्यवधारय ॥ १६ ॥