SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવાક્યવૃત્તિસ્તેાત્ર. શિષ્યની તે શંકાઓનું ક્રમપૂર્વક સમાધાન કરવાને શ્રીસદ્ગુરું ૩૦૧ કહે છેઃ अत्र ब्रूमः समाधानं कोऽन्यो जीवस्त्वमेव हि । यस्त्वं पृच्छसि मां कोऽहं ब्रह्मवासि न संशयः ॥ ८ ॥ અહિ' સમાધાન કહીએ છીએ. અન્ય જીવ કાણુ ? તુંજ [ છે.] હું કાણુ [ છું ? એમ ] જે તું મને પૂછે છે, તે તું] બ્રહ્મજ છે, સંશય નથી. શ્રીસદ્ગુરુ કહે છે:——આ તારી શંકાઓનું ક્રમપૂર્વક ઉત્તર તને કહેવાય છે. જીવભાવ ચેતનમાં કલ્પાયેલા હોવાથી ચેતનથી ભિન્ન અન્ય જીવ કયા હોઇ શકે? તું ચેતનરૂપ હોવાથી તું પોતેજ જીવ છે. હું કોણ છું ? એનું જ્ઞાન તને ન હોવાથી જો તું મને તારું વાસ્તવિક સ્વરૂપ પૂછ્તા હોય તે હું તને સ્પષ્ટ કહું છું કે તું વસ્તુતાએ બ્રહ્મજ છે, અન્ય (દેહાર્દિ) નથી, એમાં લેશ પણ સંશય નથી. ૮. પ્રથમ હું અને બ્રહ્મ આ એ પદના અને સ્પષ્ટ સમજાવવાની કૃપા કરેા, કે જેથી હું વાક્યાને જાણું એમ શિષ્ય પ્રાર્થના કરે છેઃ– पदार्थमेव जानामि नाद्यापि भगवन् स्फुटम् । अहं ब्रह्मेति वाक्यार्थ प्रतिपद्ये कथं वद ॥ ૨ ॥ હે ભગવન્ ! હજી પદના અનેજ સ્પષ્ટ જાણતા નથી, [ તે ] હું બ્રહ્મ આ વાકયાને કેવી રીતે જાણું ? કહે. શિષ્ય પૂછે છેઃ—હે સદ્ગુરા ! આપશ્રીએ ઉપદેશ કર્યાં છતાં પણ હું હજી હું અને બ્રહ્મ આ બે દેશના અનેજ સ્પષ્ટ રીતે જાણતા નથી, તે પછી હું બ્રહ્મજ છું આ વાક્યના અંતે હું સ્પષ્ટ રીતે કેમ જાણી શકું ? માટે આપ કૃપા કરીને પ્રથમ એ બે પદોના અર્ધાં મને સ્પષ્ટ રીતે સમજાવેા. ૯,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy