________________
૩૦૦
શ્રીશંકરાચાયનાં અષ્ટાદશ રત્નો.
એકાગ્ર ચિત્તવડે શ્રવણું કરવું જોઈએ એમ ગુરુશિષ્ય બંનેના ધર્મોનું નિરૂપણ કર્યું છે. ૫.
હવે સદ્ગુરુ તે શિષ્યને મુક્તિનું સાધન કહે છે - तत्त्वमस्यादिवाक्योत्थं यजीवपरमात्मनोः । तादात्म्यविषयं ज्ञानं तदिदं मुक्तिसाधनम् ॥६॥
“તરવાર) (તે બ્રહ્મ તું છે,) ઈત્યાદિ વાક્યથી ઉપજેલું જે જીવ અને પરમાત્માના એકપણાના વિષયરૂપ જ્ઞાન તે આ મુક્તિનું સાધન [છે.]
“તરવાર” ઈત્યાદિ મહાવાનું શ્રી ગુરુદ્વારા શ્રવણ થવાથી ઉપજેલું જે જીવના વાસ્તવિક સ્વરૂપના અને પરમાત્માના વાસ્તવિક સ્વરૂપના એકપણુનું જ્ઞાન તે બ્રહ્માનુભવરૂપ જ્ઞાન આ દુઃખમય સંસારમાંથી મુકત થવાના સાધનરૂપ છે. ૬.
હવે સદ્ગએ ઉપદેશ કરેલા વિષયમાં શિષ્ય શંકા કરે છે – को जीव: क: परश्वात्मा तादात्म्यं वा कथं तयोः । तत्त्वमस्यादिवाक्यं वा कथं तत्प्रतिपादयेत् ॥ ७ ॥
જીવ કોણ? પરમાત્મા કોણ ? તેમનું એકપણું કેવી રીતે? અને “તવાર” આદિ વાય તેને કેવી રીતે પ્રતિપાદન કરે ?
શિષ્ય પૂછે છે:-“હે પ્રભો ! જીવનું શું સ્વરૂપ છે, તથા પરમાત્માનું શું સ્વરૂપ છે, તે હું જાણતો નથી. તે જીવ તથા પરમાત્મા પરસ્પર વિલક્ષણ સંભળાય છે, તો તે બંનેનું એકપણે કેવી રીતે સંભવી શકતું હશે? અને “તરવાર” આદિ મહાવાકે જેમનાં સ્વરૂપ મારા જાણવામાં નથી તે જીવ તથા પરમાત્માને અભેદ કેવી રીતે પ્રતિપાદન કરતાં હશે? ૭.