________________
શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર.
૨૮૮ એ સંબધનવડે પિતાના સદ્ગસને શિષ્ય “હે ભગવન!” “હે સ્વામિન!” “હે પ્રભો!” “હે મહાદેવ!” ઈત્યાદિ પરમેશ્વરવાચકશબ્દવડે બોલાવવા જોઈએ એવો શિષ્ટાચાર બતાવ્યો છે. શ્રીસદગુસને બ્રહ્મોપદેશ કરવામાં દષ્ટ કે અદષ્ટ કોઈ પણ પ્રયોજન કેદની પાસેથી સિદ્ધ કરવાનું રહ્યું નથી, તેથી શિષ્ય કેવલ કૃપાવડે મને સંસારબંધનની નિવૃત્તિના હેતુભૂત બ્રહ્મપદેશ કરે એમ પ્રાર્થના કરી છે. ૪.
તુચ્છ વિષયસુખ ને તેનાં સાધનોના પ્રશ્નની અપેક્ષાએ સંસારતાપથી તપેલા સર્વે મુમુક્ષુઓને પરમાનંદની પ્રાપ્તિના સાધનને પ્રશ્ન પૂછવાથી શિષ્યના તે પ્રશ્નને સદ્ગર વખાણી તે પ્રશ્નનો ઉત્તર આપવાને પ્રારંભ કરે છે –
साध्वी ते वचनव्यक्तिः प्रतिभाति वदामि ते । इदं तदिति विस्पष्टं सावधानमनाः शृणु ॥५॥
તારા વચનની પ્રકટતા સારી જણાય છે. તેને આ તે એમ અતિસ્પષ્ટ કહું છું, સાવધાન મનવાળે થઈને સાંભળ.
શ્રીગુરુ કહે છે –હે સૌમ્ય ! તારા અંતઃકરણની જિજ્ઞાસા જણાવનારાં તારાં વચની રચના અને સારી પ્રતીત થાય છે. હું તને આજ ન મુક્તિનું-સંસારબંધનમાંથી નિત્યને માટે મોકળા થવાનું-સાધન છે એમ અત્યંત સ્પષ્ટ કરીને કહું છું, તું હવે એકાગ્ર ચિત્તવાળે થઈને આદરપૂર્વક તે સાધનના સ્વરૂપનું શ્રવણ કર. અતિસ્પષ્ટ ને સાવધાન મનવાળો આ બંને શબ્દો વડે સદ્ગએ શિષ્યને બહુ સ્પષ્ટ શબ્દોમાં ઉપદેશ કરવો જોઈએ, ને શિષ્ય તે ઉપદેશ