________________
શ્રી સિદ્ધાન્તબિન્દુસ્તોત્ર.
૨૪૧ નથી, [મારી ] સ્વપ્નાવસ્થા નથી, વા સુષુપ્તિ નથી, વિશ્વ નથી, વા તિજસ નથી, વા પ્રાજ્ઞ નથી, [જે ] તુરીય [ છે] તે એક, અબાધિત, સંગરહિત [ ને ] પરમાનંદપરમપ્રકાશરૂપ હું છું. ]
અંતઃકરણની જાગ્રદેવસ્થા આદિ ત્રણે અવસ્થા તથા તેમના અભિમાનીઓ અવિઘાવડે આત્મામાં કલ્પિત છે, તેથી અવિધારૂપ છે. એવી રીતે ત્રણેના અવિદ્યારૂ૫૫ણુથી અંતઃકરણની જાગ્રદેવસ્થા મારી-અસંગ આત્માની–નથી. અંતઃકરણની સ્વપ્નાવસ્થા પણ મારી નથી, અને અંતઃકરણની સુષુપ્તિ અવસ્થા પણ મારી નથી. જાગ્રદવસ્થાને અભિમાની છવ વિશ્વ કહેવાય છે તે મારું સ્વરૂપ નથી, સ્વપ્નાવસ્થાને અભિમાની છવ તૈજસ કહેવાય છે તે પણ મારું સ્વરૂપ નથી, ને સુષુપ્તિ અવસ્થાને અભિમાની છવ પ્રાપ્ત કહેવાય છે તે પણ મારું સ્વરૂપ નથી. જે એ ત્રણે અવસ્થાઓથી ને એ ત્રણે અવસ્થાઓના અભિમાનીઓથી ભિન્ન તથા તે ત્રણેની અપેક્ષાએ તુરીય-ચોથા-એવા નામથી કહેવાય છે તે એક, અબાધિત, સર્વ સંગરહિત ને પરમાનંદપ્રકાશરૂપ હું છું.
આ વિશ્વમાં દશ્ય ને દ્રષ્ટા એવા બે પ્રકારના પદાર્થો છે. તેમાં દ્રષ્ટારૂપ પદાર્થ આત્મા પારમાર્થિક એક છે. તે સર્વદા એકરૂપ છતાં પણ ઉપાધિના ભેદવડે ત્રણ પ્રકાર છે, ઈશ્વર, જીવ ને સાક્ષી. તેમાં માયારૂપ ઉપાધિવાળા તે ઈશ્વર, સંસ્કારસહિત અંતઃકરણરૂપ વા અજ્ઞાનના અંશરૂપ ઉપાધિવાળા તે જીવ, ને અસંગ તથા સર્વ દશ્યનું પ્રકાશક ચેતન તે સાક્ષી. તેમાં ઈશ્વર ત્રિવિધ છે, અંતર્યામી, હિરણ્યગુભ ને વિરા- માયારૂપ કારણે પાધિવાળા તે અંતર્યામી, સૂર્મપ્રપંચ