________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. પર શય્યા, મૃગચર્મરૂપ વસ્ત્ર, [અને સર્વ પરિગ્રહને ને. ભેગને ત્યાગ [ઓ] વિરાગ કેને સુખ કરતે નથી? હે મઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ.
દેવનદી ગંગાના પવિત્ર ને એકાંત તટપર રહેલા કોઈ સુંદર વૃક્ષની નીચેના ભાગમાં નિવાસ, પૃથિવીપર શયન, મૃગચર્મરૂપ પહેરવા તથા ઓઢવાનું વસ્ત્ર, અને સર્વવિષયના પરિગ્રહેનો તથા ભોગને ત્યાગ આવી સ્થિતિરૂપ વિરાગ કયા વિવેકી મનુષ્યના હૃદયને સુખ કરતે નથી? સર્વ વિવેકી પુરુષને આવો ભયરહિત વિરાગ સુખ આપનાર થાય છે. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઈત્યાદિ. ૧૬.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકેન આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા શ્રીચપટપંજરિકાનામના સ્તોત્રરૂપ અગીઆરમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૧.
છે શ્રીમેમુદસ્તાત્ર છે. ભાવાર્થદીપિકાટીકા સહિત.
મંગલાચરણને ટીકાની પ્રતિજ્ઞા..
દાહરે બ્રહ્મ-ઇશનું ધ્યાન ધરી, વદી ગુરુ–પાય; ટિકા મેહમુરતણી, ગુર્જરગિરા લખાય.