________________
' ૨૬૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
--------
-૧૧૧૧
હું કોણ છું ? તું કેણ છે?] ક્યાંથી આવે છે? . મારી મા કેણ? મારે બાપ કોણ? એમ ભાવના કર. સર્વ સ્વપ્નવિચાર ત્યજીને સર્વને અસાર નિક્કી કર.] હે મઢ. બુદ્ધિવાળા ! ઈત્યાદિ.
હું કોણ છું ? હું ભૂલશરીર, સૂક્ષ્મશરીર કે કારણશરીર નથી, પણ તેમનાથી વિલક્ષણ આત્મા છું. એ સર્વ દશ્ય ને જડ છે, અને હું તે દ્રષ્ટા ને ચેતન છું. તું કેણ છે? તું પણ ધૂલશરીરાદિ નથી, પણ તેમનાથી વિલક્ષણ આત્મા છે. તું ક્યાંથી આવ્યા છે? તું અનાદિ હોવાથી કયાંથી આવ્યો નથી, પણ તારા સ્વરૂપના અજ્ઞાનથી જ તને તું કયાંથી અહિં આવ્યો હોઇશ એવું ભાન થાય છે. મારી મા કોણ? મારે બાપ કોણ? હું અજન્મા, અસંગ, સં૫, ચિદ્રપ ને પરમાનંદરૂપ હોવાથી મારી કઈ ભા નથી, ને મારે કોઇ બાપ પણ નથી. મુમુક્ષુએ આવી રીતે દસ્યની ઉપેક્ષા કરી આત્મસ્વરૂપની નિરંતર ભાવના કરવી જોઈએ. હું અમુક વર્ણવાળ, અમુક આશ્રમવાળા ને અમુક નામવાળો છું; તું અમુક વર્ણવાળો, અમુક આશ્રમવાળાને અમુક નામવાળો છે, તું અમુક ગામ, નગર કે દેશમાંથી અહિં આવ્યો છે, આ અમુક નામવાળું સ્થૂલદેહરૂપ સ્ત્રીશરીર મારી મા છે, અને આ અમુક નામવાળું સ્થૂલદેહરૂપ પુરુષશરીર મારા પિતા છે, આ સર્વ વિચાર સ્વપ્નાવસ્થાના વિચારે જેવા મિથ્યા છે, માટે તેને પરિત્યાગ કરીને એ સર્વ અસાર છે, એમ નક્કી કર, અને પછી તે સવનું વિસ્મરણ કર. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઇત્યાદિ. ૧૪. का ते कांता कस्ते पुत्रः, संसारोऽयमतीव विचित्रः । कस्य त्वं कः कुत आयातस्तवं चिंतय मनसि भ्रातः॥भज०१५॥