________________
૨૫૧.
શ્રીસ્વાત્મનિરૂપણ. कवलितचञ्चलचेतो गुरुतरमण्डूकजातपरितोषा । शेते हृदयगुहायां चिरतरमेकैव चिन्मयी भुजगी ॥ १४९ ॥
ચંચલ ચિત્તરૂપ વધારે મેટા દેડકાને ગળવાથી બહુ સંતોષ પામેલી એક ચિતન્યરૂપ સાપણી જ હૃદયરૂપ ગુફામાં લાંબો સમય સૂએ છે,-સુખરૂપે રહે છે. ૧૪૯, मयि सुखबोधपयोधौ महति ब्रह्माण्डबुद्धदसहस्रम् । मायाविशेषशालिनि भूत्वा भूत्वा पुनस्तिरोधत्ते ॥ १५० ।। | માયારૂપ વિશેષથી શોભાયમાન, તથા વ્યાપક સુખ ને જ્ઞાનસ્વરૂપ સમુદ્રરૂપ મારામાં બ્રહ્માંડરૂપ હજારે પરપોટાઓ ઉપજી ઉપજીને પુનઃ મારામાં તિરોધાન પામે છે.૧૫૦. गुरुकृपयैव सुनावा प्राक्तनभाग्यप्रवृद्धमारुतया । दुःसहदुःखतरङ्गस्तुङ्गः संसारसागरस्तीर्ण: ॥ १५१ ॥
શ્રી ગુરુની કૃપારૂપ સારા વહાણવડેજ [અને] પૂર્વનાં પુણ્યરૂપ અત્યંત અનુકુલ વાયુવડે અસહ્ય દુખારૂપ મોટા તરંગવાળે [આ સંસારસાગર મારાથી તા. ૧૫૧. सति तमास मोहरूपे विश्वमपश्यन्तदेतदित्यखिमम् । उदितवति बोधभानौ किमपि न पश्यामि किं त्विद चित्रम् ॥१५२॥
અજ્ઞાનરૂપ અંધકાર વિદ્યમાન હોવાથી આ સઘળું વિશ્વ જેવામાં આવતું હતું, કિંતુ જ્ઞાનરૂપ સૂર્ય ઉદય થવાથી તે આ કાંઈ પણ હિ જેતે નથી, આ આશ્ચર્ય [છે.] ૧૫ર. नाहं नमामि देवान् देवानतीत्य न सेवते देवम् । न तदनु करोति विधानं तस्मै यतते नमो नमो मह्यम् ॥१५३॥
હું દેવેને નમતે નથી, જે] દેવેનું ઉલ્લંઘન કરીને