________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૨૪૭
મંદબુદ્ધિવાળાઓને માન આપવાયેગ્ય નથી. દર્ય, વિષયા. સક્તિ અને અભિમાનથી દેહ પામેલા મનની દુર્વાસનાવડે હું પ્રાપ્ત થનાર નથી. ૧૩૫. यजनयजमानयाजकयागमयोऽहं यमादिरहितोऽहम् ।। इन्द्रयमवरुणयक्षराक्षसमरुदीशवहिरूपोऽहम् ॥ १३६ ॥
મંત્રસહિત હવિષ્ય હેમવાદિ ક્રિયારૂપ, યજ્ઞ કરનાર, યજ્ઞ કરાવનાર, અને યાગરૂપ (દેવતાને ઉદ્દેશીને અગ્નિમાં બાટી આદિનું દાન કરવારૂપ) છું. હું યમાદિથી રહિત છુિં. હું ઇંદ્ર, યમ, વરુણ, યક્ષ, રાક્ષસ, મત્, (વાયુ) રુદ્રને અગ્નિરૂપ છુિં.
યમાદિથી-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ભયાન ને સમાધિથી. ઇંદ્રાદિ આઠ આઠ દિશાના દેવ જાણવા. ૧૩૬. રક્ષવધનાક્ષાક્ષિતસ્રાવઢવમહિમારા रजनादिवसविगमस्फुरदनुभूतिप्रमाणसिद्धोऽहम् ॥ १३७ ॥
રક્ષણરૂપ કર્તવ્યોને ઉપદેશ દેવામાં અનુભવાયેલી લીલાવડે પ્રકાશિત મહિમાવાળો છુિં, રાતદિવસના અભાવમાં સ્કુરતા અનુભવરૂપ પ્રમાણથી સિદ્ધ છુિં.)
રક્ષણરૂપ-જગતને રક્ષણરૂપ. રાતદિવસના અભાવમાં-એક વૃત્તિ માં ગઈ હોય અને બીજી વૃત્તિ ન ઊઠી હોય એવા વૃત્તિઓના અભાવમાં. ૧૩૭. लक्षणलक्ष्यमयोऽहं लाक्षणिकोऽहं लयादिरहितोऽहम् । लाभालाममयोऽहं लब्धव्यानामलभ्यमानोऽहम् ॥ १३८ ॥
હું લક્ષણમય ને લક્ષ્યમય છુિં,) હું લક્ષણ વડે જાણવા