________________
૨૨૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
अनवगतकाञ्चनानां भूषणधीरेव भूषणे है । .. एवमविवेकभाजां जगति जनानां न तात्त्विकी धिषणा ॥ ८३ ॥
સેનાને નહિ જાણનારાઓને નાના ભૂષણમાં ભૂષણની બુદ્ધિજ [છે,] એવી રીતે અવિવેકવાળા પુરુષોને જગમાં તાવિકી બુદ્ધિ નથી.
જેમ સોનાના અજ્ઞાનવાળાં બાળકોને સેનાના વિવર્ત પરિણભરૂપ અલંકારમાં તે સુવર્ણથી ભિન્ન નહિ છતાં પણ અલંકારનું જ જ્ઞાન થાય છે, તેમ બ્રહ્મજ્ઞાનરહિત અવિવેકી મનુને આ જગતમાં આ સર્વ બ્રહ્મજ છે એવું વાસ્તવિક જ્ઞાન થતું નથી.. ૮૩. - અયબ્રહ્મ અપરોક્ષ છતાં પણ અવિવેકીઓને પક્ષના જેવું જણાય છે એમ કહે છે –
अहमालम्बनसिद्धं कस्य परोक्षं भवेदिदं ब्रह्म । तदपि विचारविहीनैरपरोक्षयितुं न शक्यते मुग्थैः ॥ ८४ ॥
હું એવા આલંબનથી સિદ્ધ આ બ્રહ્મ કોને પરોક્ષ હોય ? તે પણ વિચારરહિત અજ્ઞાનીઓ વડે [તે અપક્ષ કરવાનું શક્ય નથી. - “હું છું,” “ હું જાણું છું,” એવી રીતના અનુભવવડે સવા મનુષ્યોમાં પ્રસિદ્ધ આ બ્રહ્મ કયા અબ્રાંત મનુષ્યને પોદ્દા હેય ? કોઈ પણ અબ્રાંત મનુષ્યને પરોક્ષ ન હોય. એવી રીતે બ્રહ્મ સર્વદા અપરોક્ષ છતાં પણ ઉપનિષદોના અર્થને વિવેકપૂર્વક વિચાર નહિ કરનારા અજ્ઞાનીઓ વડે તે બ્રહ્મને સાક્ષાત્કાર કરી શકાતું નથી. ૮૪.
જે આ સર્વ બ્રહ્મજ હોય તે લોકોને લૌકિક વ્યવહાર ને શાસ્ત્રીય વ્યવહાર કેવી રીતે સંભવી શકે ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે –