________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૨૨૧ તે બ્રહ્મરૂપ આ આત્મા જ વધારે સ્પષ્ટ જાણવાનો આરંભ કરે છે - સર્વને સારી રીતે પ્રકાશે છે. ૭૩.
ત્યારે કર્તાપણુને જ્ઞાનની શી ગતિ થશે ? એમ શંકા થાય તો તેને સમાધાનમાં કહે છે –
कर्तृत्वादिकमतन्मायाशक्त्या प्रतीयते निखिलम् । इति केचिदाहुरेषा भ्रान्तिब्रह्मातिरकतो नान्यत् ॥ ७४ ॥
આ સમગ્ર કર્તાપણાદિક માયાશક્તિવડે પ્રતીત થાય છે એમ કેઈ કહે છે, આ બ્રાંતિ છે, બ્રહ્મથી ભિન્ન બીજું [કાંઈ પણ નથી.
આ સમગ્ર કર્તાપણું ઇત્યાદિક માયાના સામર્થ્યવડે આત્મામાં પ્રતીત થાય છે એમ કઈ વાદીઓ કહે છે. તેમની આ કલ્પનારૂપ બ્રાંતિ છે, કેમકે બ્રહ્મથી ભિન્નપણા વડે અન્ય કોઈ પણ નથી. “પમેવદ્વિતીયં વ્ર, નિદ નાનારત વિર ” (એકજ અદ્વિતીય બ્રહ્મ છે. અહિં કાંઈ પણ ભેદ નથી, ) ઇત્યાદિ શ્રુતિઓ પણ અહિં બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ નથી, એમ કહે છે. ૭૪. - એવી રીતે અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થાય છે એમ કહે છે – तस्मिन् ब्रह्मणि विदिते विश्वमशेषं भवेदिदं विदितम् । कारणमृदि विदितायां घटकरकाद्या यथावगम्यन्ते ॥ ७५ ॥
તે બ્રહ્મનું જ્ઞાન થવાથી આ સર્વ જગત જ્ઞાત થાય. છે, જેમ કારણરૂપ માટીનું જ્ઞાન થવાથી ઘડા અને કમંડલુ આદિનું જ્ઞાન થાય છે [તેમ.]
શ્રુતિએ પ્રતિપાદન કરેલ અદંત બ્રહ્મનું જ્ઞાન થવાથી આ સર્વ