________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રહે.
અધિકારી અને વિષયના ભેદવડે પણ જ્ઞાનનું કમાગપણું સંભવતું નથી એમ કહે છે:अधिकारिविषयभेद कर्मज्ञानात्मकावुभौ काण्डौ । Ë સતિ થમનયો કાકÄ પરસ્પર ઘટતે ॥ ૬૮ ॥ અધિકારી અને વિષયના ભેદવાળા કરૂપ અને જ્ઞાનરૂપ એ કાંડ [છે.] એમ હાવાથી આ બંનેનું પરસ્પર અંગપણું ને અંગીપણું કેવી રીતે સંભવી શકે?
કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા ભેદવડે વેદના એ કાંડ છે. કર્મકાંડના અધિકારી અને તેના વિષય ભિન્ન છે, અને જ્ઞાનકાંડના અધિકારી અને તેને વિષય ભિન્ન છે. આમ અધિકારી અને વિષયને ભેદ હોવાથી જ્ઞાનનું અગપણું અને કર્મનું પ્રધાનભાવપણું કેમ ઘટી શકે ? નજં ઘટી શકે. ૬૮. કર્મ પણ
૨૧૮
હવે જેમ જ્ઞાન કર્મપ્રકરણમાં રહેલું નથી તેમ જ્ઞાનપ્રકરણમાં રહેલું નથી એમ કહે છેઃ
ज्ञानं कर्मणि न स्याज्ज्ञाने कर्मेदमपि तथा न स्यात् । कथमनयोरुभयोस्तत्तपनतमोवत्समुच्चयो घटते ॥ ६९ ॥
[જમ] આત્મજ્ઞાન કર્મપ્રકરણમાં સંભવતું નથી તેમ આ કર્મ પણ જ્ઞાનપ્રકરણમાં ન સંભવે,તેથી સૂર્ય અને અંધારાની પેઠે આ બંનેને સમુચ્ચય કેમ ઘટી શકે ?
જેમ આત્મજ્ઞાન કર્મપ્રકરણમાં સંભવતું નથી, તેમ આ કર્મ પણ જ્ઞાનપ્રકરણમાં ન સંભવે. એમ હોવાથી સૂર્ય તે અંધકારની પેંડ વિરુદ્ધપણાથી આ જ્ઞાન અને કર્મનું સાથે રહેવારૂપ લક્ષણવાળું એકાધિકરણપણું સંભવતું નથી. ૬૯.