________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૨૧૭ यस्मिमिहिरवदुर्दिते तिमिरवदपयान्ति कर्तृतादीनि । . ज्ञानं विरहितभेदं कथमेतद्भवति तत्त्वमस्यादेः ॥ ६६ ॥
સૂર્યની પેઠે જે ઉદય થવાથી અંધારાની પિઠે કર્તાપણદિને નિવૃત્ત કરે છે, આ ભેદરહિત જ્ઞાન “તરવમસિ” આદિથી કેવી રીતે સંભવે ?
સૂર્યનો ઉદય થયે જેમ અંધકાર દૂર થાય છે, તેમ જે જ્ઞાનને ઉદય થવાથી કતપણું, તાપણું ઇત્યાદિ ભ્રાંતિઓ દૂર થાય છે, આવું આ ભેદરહિત જ્ઞાન “તરવસ” આદિ વાથી કેવી રીતે સંભવે છે? અત આત્મજ્ઞાનના બોધપણાના અભાવથી મહાવા
વડે આવું જ્ઞાન સંભવતું નથી, માટે જ્ઞાન સ્વતંત્ર ફલદાતા નથી, પણ તે કર્મના અંગભૂત છે. ૬.
હવે પૂર્વાધવડે જ્ઞાનના કર્મોગપણની આશંકા કરીને ઉત્તરાર્ધ વડે તેનું નિરાકરણ કરે છે –
कर्मप्रकरणनिष्ठं ज्ञानं कर्मागमिष्यते प्राज्ञैः । भिन्नप्रकरणभाज: कर्माङ्गत्वं कथं भवेशतः ॥ ६७ ॥
કર્મના પ્રકરણમાં રહેલું જ્ઞાન પંડિતે વડે કમના અંગરૂપ પ્રતિપાદન કરાય છે. ભિન્ન પ્રકરણમાં રહેલા જ્ઞાનનું કાગપણે કેવી રીતે થાય ?
અગ્નિહોત્રાદિ કર્મના પ્રકરણમાં રહેલું છવાદિના સ્વરૂપને બોધ કરનારું જ્ઞાન અગ્નિહોત્રાદિ કર્મના અંગરૂપ છે એમ મીમાંસક પંડિતવડે પ્રતિપાદન કરાય છે, તે પ્રકરણને ભેદથી સંભવતું નથી. કર્મથી ભિન્ન જ્ઞાનના પ્રકરણમાં રહેલા જ્ઞાનનું અગ્નિહોત્રાદિ કર્મનું અંગપણું કેવી રીતે સંભવી શકે? નજ સંભવી શકે. ક૭..