________________
૧૮૮
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પદોમાં વિશેષણવિશેષ્યભાવ છે. એ વિશેષણવિશે યભાવ સંબંધ પણ બંને પદના અર્થની એકતા જણાવે છે. વળી તત્પદને અને ત્વપદને આત્માની સાથે લક્ષ્યલક્ષભાવસંબંધ છે, એટલે તત્પદ તથા વૈપદ લક્ષક છે, અને આત્મા એ બંને પદોના લક્ષ્યરૂપ છે. એવી રીતે ત્રણ પ્રકારનો સંબંધ છે. ૨૮.
હવે સામાનાધિકરણના સ્વરૂપને કહે છે:एकत्र वृत्तिरर्थे, शब्दानां भिन्नवृत्तिहेतूनाम् । सामानाधिकरण्यं, भवतीत्येवं वदन्ति लाक्षणिकाः ॥ ३०॥
ભિન્ન અર્થમાં રહેલા શબ્દનું એક અર્થમાં રહેવું તે સામાનાધિકરણ્ય છે એમ લક્ષણનું પ્રતિપાદન કરનારા કહે છે.
ભિન્ન ભિન્ન અને બોધ કરવાના સામર્થ્યવાળા શબ્દોનું એક અર્થને બોધ કરવામાં રહેવું તે સામાનાધિકરણશબ્દનું વાચ્ય છે, એમ લક્ષણવૃત્તિને પ્રતિપાદન કરનારા પુરુષે કહે છે. ૩૦.
હવે છેતરવમવિ ” આ વાક્યમાં લક્ષણુવિના જ્ઞાન થતું નથી, માટે લક્ષણની આવશ્યકતા છે, એમ પ્રતિપાદન કરે છે -
प्रत्यक्षत्वपरोक्षत्वं परिपूर्णत्वं सद्वितीयत्वम् । इतरेतरं विरुद्धं, तदिह भवितव्यमेव लक्षणया ॥ ३१॥
પ્રત્યક્ષપણું અને પરોક્ષપણું તથા પરિપૂર્ણપણું અને સદ્વિતીયપણું એકએકથી વિરોધવાળાં [છે, તે સંભવતાં નથી, તેથી અહિં લક્ષણવડેજ [અર્થ થ જોઈએ. - જીવનું પ્રત્યક્ષપણું અને ઈશ્વરનું પરોક્ષપણું તથા જીવનું સદિતીયપણું અને ઈશ્વરનું પરિપૂર્ણપણું હોવાથી ત્વપદ અને તત્પદ એ બંનેને મુખ્યાર્થ પરસ્પર વિરોધવાળા હોવાથી સાથે રહી શકે નહિ,