________________
શ્રીસ્વાત્મનિરૂપણ..
૧૮૩ નીચે રહેલી ઘણી ધૂળરૂપ વિભૂતિ બ્રાંતિરૂપ ભયંકર ભૂતાને વિનાશ કરે છે. ૧.
બ્રહ્મજ્ઞાનને ઉપદેશ કરનારા, આચાર્યોમાં શ્રેટ, અને જેમણે મારા અંતઃકરણમાં રહેલા સંશયરૂપી હૃદયને શંકુઓને પ્રમાણ ને યુનિવડે મારા હૃદયમાંથી નિર્મલ કર્યા છે એવા, અને પરમકારાણિક મારા શ્રીસદ્ગુરુને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું. જેમાં બંને ચરણકમલ તત્પદના લક્ષ્યાર્થરૂપ તરહિત બ્રહ્મસ્વરૂપને બંધ કરે છે. ૨.
આ ગ્રંથના અધિકારીના સ્વરૂપને નીચેના શ્લોકવડે કહે છે – संसारदावपावकसंतप्त: सकलसाधनोपेतः। स्वात्मनिरूपणनिपुणैर्वाक्य: शिष्य: प्रबोध्यते गुरुणा ॥३॥
સંસારરૂપ દાવાનલથી બહુ તપેલે ને સર્વ સાધનોથી યુક્ત શિષ્ય શ્રી ગુરુવડે સ્વાત્મનિરૂપણમાં નિપુણ વાક્યવડે ઉપદેશ કરાય છે.
પ્રતીત થતા સંસારરૂપ દાવાનલવડે અત્યંત તપેલ, અને વિવેક, વૈરાગ્ય, સમાદિ છે સંપત્તિ ને મુમુક્ષતા આ રનાર સાધનોથી યુક્ત, વનયી શિષ્ય શ્રીસદ્ભવડે છવબ્રહ્મના અભેદનું પ્રતિપાદન કરનારાં ઉપનિષદોથી યુક્તિપૂર્વક ઉપદેશ કરાય છે. શ્રીસદ્ગના ઉપદેશવિના પિતાની યુક્તિ, શબ્દજ્ઞાન અથવા તદિવડે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થતી નથી. ૩.
આચાર્યભગવાન આત્માની નિત્યતા દેખાડવા માટે જ્ઞાની તથા અજ્ઞાનીને સાધારણ અનુભવવડે આત્માનું અસ્તિત્વ સાધતા છતા આ ગ્રંથને વિષય દેખાડે છે – अस्ति स्वयमित्यस्मिन्नर्थे कस्यास्ति संशयः पुंसः। तत्रापि संशयश्चेत्संशयिता यः स एव भवसि त्वम् ॥४॥