SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆત્મબોધ. . ૧૫૯ , , , , , , + + , , અને વરતના પરિચ્છેદથી રહિત છે, જે અવિનાશી છે, ને જે એક છે, તે બ્રહ્મ છે એમ વિવેકી નક્કી કરે. ૫૬ अतघ्यावृत्तिरूपेण, वेदांतैर्लक्ष्यतेऽव्ययम् । अखंडानंदमेकं यत्तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ५७ ॥ વેદાંતિવડે અતની વ્યાવૃત્તિરૂપે જે અવ્યય, અખંડાનંદ અને એક લક્ષ્ય કરાય છે, તે બ્રહ્મ છે એમ નક્કી કરે. નેતિ નેતિ . ( આ બ્રહ્મ નહિ, આ બ્રહ્મ નહિ, ) ઇત્યાદિ શ્રુતિઓ વડે બ્રહ્મથી ભિન્ન સર્વ જડ વસ્તુઓનો નિષેધ કરીને જે અવિકારી, અખંડાનંદરૂ૫ ને એકતત્વને નિષેધના અવધિપણાવડે બંધ કરાય છે તે બ્રહ્યા છે, એમ વિવેકી પુરુષ નક્કી કરે. પ૭. अखंडानंदरूपस्य, तस्यानंदलवाश्रिताः । ब्रह्माद्यास्तारतम्येन, भवंत्यानंदिनोऽखिला: ॥ ५८ ॥ તે અખંડાનંદરૂપના આનંદના લેશને આશ્રય કરીને રહેલા બ્રહ્મા આદિ સર્વ ન્યૂનાધિકપણા વડે આનંદિત થાય છે. તે અખંડાનંદરૂપ બ્રહ્મના આનંદના લેશનો આશ્રય કરીને બ્રહ્માથી માંડીને ચક્રવર્તી રાજાસુધી સર્વ આનંદયુક્ત પુરુષે યૂનાધિકપાવડે આનંદી થાય છે. બ્રહ્માથી સેસોગણે ન્યૂન આનંદ ક્રમપૂર્વક ચક્રવર્તી રાજાપત તૈત્તિરીયશ્રુતિમાં જણાવ્યું છે. ચક્રવતી રાજાથી માંડીને બ્રહ્માસુધીને જે આનંદ છે તે આનંદ બ્રહ્માનંદરૂપ મહાસાગરના એક ટીપારૂપ છે. ૫૮. तद्युक्तमखिलं वस्तु, व्यवहारस्तदन्वितः । तस्मात्सर्वगतं ब्रह्म, क्षीरे सर्पिरिवाखिले ॥ ५९ ॥ સર્વ વસ્તુ તેથી યુક્ત છે, અને વ્યવહાર તેથી યુકત " છે, તેથી સર્વવ્યાપક બ્રહ્મ સમગ્ર દૂધમાં ઘીની પેઠે રહ્યું છે.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy