________________
૧૫૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
શ્રેષ્ઠ બીજે કઈ લાભ નથી, બ્રહ્માનંદમાં સર્વ સુકાનદોનો સમાવેશ થઈ જવાથી બ્રહ્માનંદથી શ્રેષ્ઠ બાને કોઈ આનંદ નથી, અને બ્રહ્મનું. જ્ઞાન મેક્ષરૂપ પરમપુwાર્થનું કારણ હોવાથી બ્રહ્મજ્ઞાનથી ભિન્ન બીજું કોઈ શ્રેષ્ઠ જ્ઞાન નથી. એવી રીતે જે પરમલભરૂપ, પરમાનંદરૂપ અને પરમજ્ઞાનરૂપ છે, તે બ્રહ્મ છે એમ મુમુક્ષુ નક્કી કરે. ૫૪. .
यदृष्ट्वा नापरं दृश्यं, यद्भूत्वा न पुनर्भवः ।
यज्ञात्वा नापरं क्षेयं, तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ५५ ॥ - જેને જોઈને બીજું જે વાયેગ્ય રહેતું નથી, જે રૂપ થઈને પુનર્જન્મ થતું નથી, જેને જાણીને બીજું જાણવાયેગ્ય. રહેતું નથી, તે બ્રહ્મ છે એમ નક્કી કરે.
જેનો અપક્ષાનુભવ કર્યો પછી બીજી કોઈ વસ્તુ જાણવાગ્ય બાકી રહેતી નથી, કેમકે અધિષ્ઠાનના અપરોક્ષાનુભવથી તેમાં કપિત સર્વ વસ્તુઓને અપરક્ષાનુભવ થઈ જાય છે, જેની સાથે એકરૂપ થઈ જવાથી આ સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી; તથા જેને જાણ વાથી બીજું જાણવાયોગ્ય બાકી રહેતું નથી; તે બ્રહ્મ છે એમ મુમુક્ષુ નક્કી કરે. ૫૫.
तिर्यगूर्वमध: पूर्ण, सच्चिदानंदमद्वयम्। . अनन्तं नित्यमेकं यत्तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ५६ ॥
જે ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર ને નીચે પૂર્ણ છે; તથા સદ્વપ, ચિકૂપ, આનંદરૂપ, અઢયરૂપ, અનંત, નિત્ય ને એક છે, તે બ્રહ્મ છે એમ નક્કી કરે.
જે પૂર્વાદિ ચારે દિશાઓમાં, ઈશાનાદિ ચારે ખૂણાઓમાં, તથા ઉપર અને નીચે પરિપૂર્ણ છે, જે અનાદિ છે, જે જ્ઞાનસ્વભાવયુકત છે, જે આનંદૂરૂપ છે, જે સજાતીયાદિ ભેદથી રહિત છે, જે દેશ, કાલ