________________
૧૪૨
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રનો.
----
vvvvv
દેહાદિના ધર્મો આત્મામાં પ્રતીત થવાથી આમા વિકારી પ્રતીત થાય છે એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે –
देहेंद्रियगुणान्कर्माण्यमले सच्चिदात्मनि । अध्यस्यंत्यविवेकेन, गगने नीलिमादिवत् ॥ २० ॥
જેમ અવિવેકવડે આકાશમાં આસમાનીપણું આદિ પ્રતીત થાય છે, તેમ શરીર અને પ્રક્રિયેના ધર્મોને અને કર્મોને નિર્મલ, સદ્રપ ને ચિપ આત્મામાં અવિવેકવડે કપે છે.
જેમ અવિવેકી મનુષ્ય આકાશના સ્વરૂપને નહિ જાણવાથી તે આકાશમાં આસમાની અને રાતા ઈત્યાદિ રંગોનો આરોપ કરે છે, તેમ શાસ્ત્ર સ્કારહીન મનુષ્ય શરીરની અવસ્થા અને રંગાદિ ધર્મોને, અને તેનાં કર્મોને, તેમજ દશ ઇંદ્રિયના ધમેને, અને તેમનાં કર્મોનો, અવિદ્યારૂ૫ મલથી રહિત, ત્રણે કાલમાં રહેનાર, અને સર્વદા પ્રકાશભાવવાળા આત્મામાં અજ્ઞાન વડે આરેપ કરે છે. શાસ્ત્રદષ્ટિએ વિચારીએ તે આત્મામાં દેહાદિના ધર્મોને ગંધ પણ નથી. ૨૦.
મનના કર્તાપણું ઇત્યાદિ ધર્મો અજ્ઞાનથી આત્મામાં આરોપાય છે એમ દૃષ્ટાંત આપીને સમજાવે છે –
अज्ञानान्मानसोपाधेः, कर्तृत्वादीनि चात्मनि । कल्प्यंतेऽम्बुगते चन्द्रे, चलनादिर्यथांभसः ॥ २१ ॥
જેમ જલના ચલનાદિ ધર્મો પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબમાં ક૯પે છે, તેમ અજ્ઞાનથી મરૂપ ઉપાધિના કર્તાપણું આદિ ધર્મો આત્મામાં ક૯પે છે.
જેમ મૂર્ખ મનુષ્ય પોતાના અજ્ઞાનથી જલના ચલન તથા રંગરૂપ ધર્મોને પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબમાં કપે છે, તેમ અજ્ઞા