SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆત્મબેધ. ૧૩૭ પંચીકૃત એટલે એકબીજામાં ભળી ધૂલ થયેલાં પૃથિવ્યાદિ પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું, જીવના પ્રારબધકર્મ રચેલું, જીવને પિતાના કમોનુસાર સુખદુઃખ ભેગવવાનું સ્થાન તે રડ્યૂલશરીર કહેવાય છે. સ્થૂલભૂતોમાંથી તે ઉપજે છે, માટે તેને ભૂલશરીર કહેલું છે. ૧૧. હવે કમશરીરનું સ્વરૂપ કહે છે – पंचप्राणमनोबुद्धिदशेंद्रियसमन्वितम् । अपंचीकृतभूतोत्थं, सूक्ष्मांग भोगसाधनम् ॥ १२ ॥ દશ ઇંદ્રિયસહિત પાંચ પ્રાણુ મન તથા બુદ્ધિરૂપ, અપચકૃતભૂતેમાંથી ઉત્પન્ન થયેલું, ને ભેગના સાધનરૂપ સૂક્ષ્મશરીર કહેવાય છે. શ્રેત્ર, ત્વચા, નેત્ર, જિદ્વા, નાસિકા, વાણું, હાથ, પગ, ઉપસ્થ ને ગુદા એ દશ ઈદ્રિયો; પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન આ પાંચ પ્રાણો: સંકલ્પવિકલ્પરૂપ મન અને નિશ્ચયરૂપ બુદ્ધિ, એ સત્તર તરૂપઅપચીકૃત એટલે નહિ મળેલાં સૂમ પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલ, સુખદુ:ખરૂ૫ ભેગના સાધનરૂપ છવનું સૂક્ષ્મ શરીર છે. આ સૂકમશરીરને લિં શરીર પણ કહેવામાં આવે છે. સૂમભૂતમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી અને સૂક્ષ્મશરીર કહેવામાં આવે છે. ૧૨. હવે કારણુશરીરનું સ્વરૂપ તથા ત્રણે શરીરથી આત્માની મિત્રતા अनाद्यविद्यानिर्वाच्या, कारणोपाधिरुच्यते । उपाधित्रितयादन्यमात्मानमवधारयेत् ॥ १३ ॥ અનાદિ અને અનિર્વચનીય અવિદ્યા કારણરૂપ ઉપાધિ કહેવાય છે. ત્રણ ઉપાધિથી ભિન્ન આત્માને નિશ્ચય કરે. અવિદ્યાનું કેઈ કારણ માનીએ તે તેમાં ઘણું દોષ આવે,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy