________________
શ્રીઆત્મબંધ.
૧૦૩
परिच्छिन्न इवाज्ञानात्तनाशे सति केवलः। स्वयं प्रकाशते ह्यात्मा, मेघापायेऽशुमानिव ॥४॥
અજ્ઞાનથી પરિચ્છિન્નરે જણાય છે. તેનો નાશ થવાથી કેવલ આત્મા પોતે પ્રકાશે છે. વાદળાંઓ દૂર થવાથી સૂર્યની પેઠે.
ભિન્ન ભિન્ન શરીરમાં એકજ આત્મા વ્યાપી રહેલો છે એવું જ્ઞાન ન હોવાથી શરીરશરીરપ્રતિ જુદો જુદો આત્મા છે એવું ભાન થાય છે. એવા ભ્રાંતિજ્ઞાનથી વ્યાપક અને અવિનાશી આત્મા પરિછિન્નજેવો અને વિનાશી જેવો પ્રતીત થાય છે. એ અજ્ઞાનનો નાશ થવાથી પ્રસિદ્ધ આત્મા માયા ને માયાનાં કાર્યોથી રહિત પિતાના શુદ્ધ સ્વરૂપથી પ્રકાશે છે. જેમ વાદળાંઓ દૂર થવાથી સૂર્ય પિતાના શુદ્ધ સ્વરૂપથી પ્રકાશે છે, તેમ અજ્ઞાન દૂર થવાથી આત્મા પિતાના વાસ્તવિક સ્વરૂપે પ્રકાશે છે. આવી રીતે જીવના સ્વરૂપનો બ્રહ્મથી અભેદ હોવાથી જીવ-બ્રહ્મને અભેદના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ સંભવે છે. ૪.
અજ્ઞાનનો નાશ થવાથી એક આત્મા જ પ્રકાશે છે એમ તમે કહે છે તે ગ્ય નથી, કેમકે તે વેલા અજ્ઞાનને નાશ કરનારુ વૃત્તિજ્ઞાન અને આત્મા એમ બે વસ્તુ રહેવાથી ત રહે છે, એકલો આત્મા રહેતો નથી, એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે –
अशानकलुषं जीवं, ज्ञानाभ्यासाद्विनिर्मलम् ।। कृत्वा ज्ञानं स्वयं नश्यजलं कतकरेणुवत् ॥ ५॥
અજ્ઞાનથી મલિન થયેલા જીવને જ્ઞાનાભ્યાસથી અત્યં-તનિમલ કરીને જ્ઞાન પતે નિવૃત્ત થાય છે. જલમાં કતકની ભૂકીની પેઠે.
અજ્ઞાનરૂપ આવરણથી મલિન જેવા જતા જીવને અંતરાત્માથી