SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સંન્યાસ ગ્રહણ કરવાને જાઉં છું. તમારે મારે માટે કે તમારે માટે કાંઈ પણ ચિંતા કરવી નહિ તમારી વૃદ્ધાવસ્થામાં આપણું સગાંઓ તમારી સેવા કરશે, અને તમારી પાસે પૂરતું દ્રવ્ય હોવાથી તમારા જીવનપર્યત તમને અન્નવસ્ત્રને કોઈ પણ પ્રકારે વાંધો આવે એમ નથી. પ્રારબ્ધવશાત કદાચ માંદાં થશે તો તે વેલા આપણાં સગાંઓ દ્રવ્યની લાલસાએ તમારી સેવા કરશે; ને તમારું શરીર પડશે ત્યારે અગ્નિસંસ્કાર આદિ ક્રિયાઓ પણ તે કરશે.” પિતાના પુત્રનાં આવાં વચને સાંભળી ખેવાળા મનથી તેમનાં માતુશ્રી તેમને કહે છે: “હે પુત્ર ! મારું મરણ થયે મારા શરીરને અગ્નિસંસ્કાર તારે હાથેજ થો જોઈએ. તું કહે કે સંન્યાસીથી કોઈના શરીરને અગ્નિસંસ્કાર કરી શકાય નહિ, તો હું તને કહું છું કે તું સમર્થ છે, માટે તારે તેમ કરવામાં કાંઈ પણ દેષ નથી.” - તેના ઉત્તરમાં શ્રીશંકરે કહ્યું કે –“હે માતુશ્રી ! મરણવેલા તમે મને સંભારશે ત્યારે હું તમે જ્યાં હશે ત્યાં આવીશ, અને તમારા શરીરને અગ્નિસંસ્કાર કરીશ.” પછી શંકરભગવાને પોતાનાં સગાંઓને સંન્યાસ લેવાની પોતાની ઈચ્છા જણાવી, ને પોતાનાં માતુશ્રીની ભલામણ કરી. પશ્ચાત પિતાનાં માતુશ્રીની આજ્ઞા લઈ સંન્યાસ ગ્રહણ કરવા માટે તેઓશ્રી ત્યાંથી વિદાય થયા. શ્રીશંકર નર્મદાનદીના માર્ગમાં આવતાં નાનાપ્રકારનાં વને, નગર, ગામો, સરોવરો, નદીઓ, પર્વત, ડુંગરે ને ખેતરને પ્રસન્ન મને દ્રષ્ટારૂપે વિક્તા છતા, તથા એ સર્વને બ્રહ્મના વિવર્તરૂપે જાણતા છતા, કેટલાક દિવસે વ્યતીત થયે નર્મદાનદીના તીરપરના વનમાં જ્યાં શ્રીગોવિંદપાદને આશ્રમ હતું ત્યાં સાંજની વેલાએ આવી પહોંચ્યા. શ્રીગોવિંદપાદના આશ્રમમાં આવી તેમની ગુફાની આસપાસ ત્રણ પ્રદક્ષિણા કરી, તથા તેઓને ત્રણ વાર સાષ્ટાંગદડવત્રણામ કરી,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy