SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. જીવના વાસ્તવિક સ્વરૂપના અને બ્રહ્મના અભેદનો સંશયવિપર્યયરહિત દઢ અનુભવ થાય તે પછી નેત્રને કોઈ પણ સૂમ લક્ષ્યમાં સ્થિર કરવારૂપ ત્રાટકની, ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાની, દેશની તથા સમયની અનુકૂલતાની, પ્રાણવાયુના નિરોધની, કે બ્રહ્મમાં ધારણયાનાદિ કરવાને પરિશ્રમ કરવાની યેગીને લેશ પણ અગત્ય નથી. ૧૪. अशेषदृश्योर्जितग्जयानामवस्थितानामिह राजयोगे । न जागरो नास्ति सुषुप्तिभावो,न जीवितं नो मरणं न चित्तम् १५ સમગ્ર દશ્યરહિત છાના દઢ અનુભવરૂપ આ રાજગમાં સ્થિત થયેલાને જાગ્રતું નથી, સુષુપ્તિને ભાવ નથી, જીવિત નથી, મરણ નથી, ને ચિત્ત નથી. ઇન્દ્રિયો તથા અંતઃકરણથી પ્રતીત થતા બધા દશ્યથી અત્યંતરહિત દ્રષ્ણારૂપ આત્માના દઢ અનુભવરૂપ આ રાજયોગમાં અસ્થિર થયેલા મહાપુરુષને અંત:કરણની જાદવસ્થા નથી, સુબુદ્ધિદશાને ભાવ નથી, લોકેાના જેવું જીવિત નથી, લોકપ્રસિદ્ધ મરણ નથી, અને અંત:કરણ પણ નથી. ૧૫. अहंममत्वादि विहाय सर्व, श्रीराजयोगे स्थिरमानसानां । न दृष्टिता नास्ति च दृश्यभावः, सा जृम्भते केवलसंविदेव ॥१६॥ અહંતા મમતાદિ સર્વને પરિત્યાગ કરીને શ્રીરાજગમાં જેમનાં મન સ્થિર થયાં છે તેમને દષ્ટિપણું નથી, અને દશ્યભાવ નથી, તે કેવલ પુરણરૂપે જ વિલસે છે. દેહાદિમાં અહંતા ને દેહાદિના સંબંધવાળા પ્રાણિ પદાર્થમાં મમતા આદિ સર્વ બંધનનો પરિત્યાગ કરીને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મમાં જેમનાં પવિત્ર ને સૂક્ષ્મ અંતઃકરણો સુસ્થિર થયાં છે એવા મહાપુરુોને વૃત્તિજ્ઞાનની સાથે અભેદ નથી, તેમજ દશ્યની સાથે પણ તેમને અભેદ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy