________________
શ્રીયોગ તારાવલીૌંત્ર,
૧૨૩
કેવલકુંભકર્થડે પાછો ખેંચેલે અને જાગેલી કુંડલીનીવડે શેષણ કરેલે પ્રાણ પશ્ચિમમાગમાં સૂક્ષ્મ થઈને વિલીના થાય છે, અને મારું મન પરમાત્મસ્વરૂપમાં વિલીન થાય છે.
આગળ કહેલા કેવલનામના કુંભકવડે બાહ્યગતિ રોકી અંતર્મુખ કરેલો અને સુલુણાનું મુખ ત્યજી દઈ જાગ્રત થયેલી કુંડલિનીએ જેની સ્થલતા શેકી લીધી છે એ પ્રણ સૂક્ષ્મ થઇને સુપુષ્ણુનાડીમાં વિલીન થાય છે, અને મારું (ગીનું) મન પરમાત્મસ્વરૂપમાં અભેદભાવે વિલીન થાય છે. ૧૨. निरंकुशानां श्वसनोद्गमानां, निराधनैः केवलकुम्भकाख्यैः । उदेति सर्वंद्रियवृत्तिशून्यो, मरुल्लयः कोऽपि महामतीनाम् ॥१३॥
સ્વતંત્રપણે બહાર નીકળતા પ્રાણવાયુને કેવલકુંભકવડે નિરોધ કરવાથી કેઈ, મહાબુદ્ધિશાળી પુરુષને સર્વે ઇંદ્રિયની વૃત્તિઓના અભાવરૂપ પ્રાણવાયુને લય સિદ્ધ થાય છે.
સ્વતંત્રપણે નાસાપુરાદિદારા શરીરબહાર નીકળતા પ્રાણવાયુનો કેવલકુંભકવડે નિરોધ કરવાથી કોઈ મહાબુદ્ધિવાળા યોગાભ્યાસી પુરુષોને શ્રોત્રાદિ સર્વે ઇદ્રિયોની બાહ્યવૃત્તિઓની નિવૃત્તિરૂપ ફલવાળો પ્રાણવાયુને સુષણમાં લય સિદ્ધ થાય છે. ૧૩. न दृष्टिलक्ष्याणि न चित्तबन्धो, न देशकालौ न च वायुरोधः। न धारणाध्यानपरिश्रमो वा, समेधमाने सति राजयोगे ॥१४॥
જીવબ્રહ્મના અભેદને દઢ અનુભવ થયે દષ્ટિને લક્ષ્યમાં સ્થિર કરવાની, ચિત્તને એકાગ્ર કરવાની, દેશકાલની અનુકૂલતાની, પ્રાણવાયુના નિધની, કે ધારણાધ્યાનમાં પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી.