________________
શ્રીયાગતારાવલીસ્તાત્ર.
૧૧૯
લાખ ધ્યાના આ લાકમાં વિદ્યમાન છે. મનને બ્રહ્મસ્વરૂપમાં લય કરવાના તે સર્વ ઉપાયેામાંથી એક શરીરમાં ઊડતા અનાર્હુતનાદના અનુસંધાનરૂપ આરૂઢ ધ્યાન વા સમાધિને ચિત્તનિરાધવડે બ્રહ્માક્ષાત્કારમાટે અમે આદર આપીએ છીએ. ૨. सरेवपूरैरनिलस्य कुम्भे, सर्वासु नाडीषु विशोधितासु । अनाहतादम्बुरुहादुदेति, स्वात्मावगम्यः स्वयमेव बोधे ॥ ३ ॥
રેચક અને પૂરકસહિત પ્રાણના કુંભકમાં શરીરમાંની સર્વ નાડીએ અત્યંત નિર્મલ થવાથી જ્ઞાનમાં હેતુભૂત ને પોતાને અનુભવાય એવા નાદ પેાતાની મેળેજ અનાહતકમલમાંથી ઉદય થાય છે.
શરીરમાંના પ્રાણવાયુને નાસાપુટદ્વારા બહાર કાઢવારૂપ રેચક, અને બહારના પવિત્ર વાયુને નાસાપુટદ્વારા ઉદરભણી ખેંચત્રારૂપ પૂરકસહિત પ્રાણવાયુને ઉદરમાં રાકવારૂપ હુંભકથી શરીરમાંની સુષુમ્ગાદિ સર્વ નાડીએ અત્યંતપવિત્ર થવાથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં સાધનરૂપ ને પેાતાનેજ અનુભવાય એવા નાદ પેાતાની મેળેજ હૃદયપ્રદેશમાં રહેલા અનાહતકમલમાંથી ઉદ્દય થાય છે. ૩.
,
नादानुसंधान नमोऽस्तु तुभ्यं, त्वां मन्महे तत्त्वपदं लयानाम् । भवत् प्रसादात् पवनेन साकं विलीयते विष्णुपदे मनो मे ||४|| હૈ નાદાનુસંધાન ! તને નમસ્કાર હૈ. તને અમે લયામાં સારભૂત માનીએ છીએ. તારી કૃપાથી મારું મન પર્વન સહિત પરમાત્મસ્વરૂપમાં વિલીન થાય છે.
હે નાદાનુસંધાન ! હું તને નમસ્કાર કરું છું. અમે એટલે યેગીએ મનને બ્રહ્મમાં વિલીન કરવાના ઉપાયામાં તને સર્વથી શ્રેષ્ઠ માનીએ છીએ. તારા અનુાનવડે થયેલી તારી કૃપાથી મારું અંતઃકરણ પ્રાણ