________________
શ્રીહરિમીડેતેાત્ર,
111
આ
કે તે સર્વ દૃશ્ય, જડ, ભૂતાનાં કાર્ય ને સાવયવ છે, અને હું તે તે સર્વનાથી વિપરીતસ્વભાવવાળા છું. હું પ્રાણાદિથી ભિન્ન છું, છતાં પ્રાણાદિના ધર્મોના ભ્રાંતિથી મારામાં આરેાપ કરવામાં આવે છે. જડસમૃહુમાં તે સર્વના પ્રકાશક જે જ્ઞાનસ્વભાવવાળા છે, તે હુંજ છું, એમ જેને વિદ્વાનેા જાણે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર જ્ઞાનસ્વરૂપ આત્માના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૬. सत्तामात्रं केवलविज्ञानमजं सत्, सूक्ष्मं नित्यं तत्त्वमसीत्यात्मसुताय । सानामन्ते प्राह पिता यं विभुमाद्यं, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३७ ॥ સત્તામાત્ર, કેવલવિજ્ઞાનરૂપ, અજન્મા, સરૂપ, સૂક્ષ્મ ને નિત્ય તે તું છે, એમ પોતાના પુત્રને સામવેદની છાંદાચેપનિષમાં પિતા જે વ્યાપક તથા આવને કહેતા હવા, તે સંસારાંધકારના વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.
હું છું એવા અનુભવપરથી સર્વદા સ્વાભાવિક સત્તારૂપ, સર્વ વિષયેથી રહિત ચિન્માત્રરૂપ, સર્વદા એકજ અદ્રિતીય હાવાથી ઉત્પત્તિથી રહિત, વિનાશ કરનારી સામગ્રીને અભાવે વિનાશથી રહિત, માયાથી પણ સૂક્ષ્મ, ને સર્વદા એકજ રૂપે રહેનાર જે આ જગતનું વિવર્તીપાદાનકારણ છે, તે હું શ્વેતકેતા! તું છે, એમ પાતાના શ્વેતકેતુનામના પુત્રને સામવેદની છાંદોગ્યેાપનિષમાં ઉદ્દાલકનામના તેના પિતા જે વ્યાપક તથા આ જગના કારણને કહેતા હવા, તે સંસારના અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર વ્યાપક જગકારણુના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૭.