SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહરિમડેસ્તોત્ર. योऽयं देहे चेष्टयितान्तःकरणस्थ:, सूर्य चासौ तापयिता सोऽस्म्यहमेव । इत्यात्मैक्योपासनया यं विदुरीशं, तं संसारध्वान्तविनाशं हरिमोडे ॥३१॥ જે આ અંતઃકરણમાં રહેલે શરીરમાં ચેષ્ટા કરાવનાર છે, ને જે આ સૂર્યમાં તપાવનાર છે, તે હુંજ છું, આ પ્રમાણે આત્માના એકપણાની ઉપાસનાવડે જે ઈશ્વરને વિદ્વાને જાણે છે, તે સંસારબંધકારને વિનાશ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. જે બ્રહ્મ આ સર્વ પ્રાણીઓના અંત:કરણમાં રહેલ છે, ને સર્વ જડ શરીરમાં જીવોનાં કર્માનુસાર ચમક જેમ લેહને ચેષ્ટા કરાવે તેમ ચેષ્ટા કરાવનાર છે, અને જે બ્રહ્મ આ સૂર્યમાં રહીને આ જગતને તપાવનાર છે, તે બ્રહ્મ હુંજ છું. આ પ્રમાણે આત્માઓના એકપણના અનુસંધાનવડે જે બ્રહ્મને વિદ્વાનો અભેદભાવે જાણે છે, તે સંસારરૂપ અંધકારને અત્યંત નાશ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૧. विज्ञानांशो यस्य सतः शत्यधिरूढो, बुद्धिर्बुद्धयत्यत्र बहिर्बोध्यपदार्थान् । नैवान्तस्थं बुद्धयति यं बोधयितारम्, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३२॥ જે સક્પ વિજ્ઞાનનો અંશ અવિદ્યામાં પ્રતિબિંબિત અહિં બુદ્ધિને તથા જાણવાયેગ્ય ખાદ્યપદાર્થોને જાણે છે, જે અંતરમાં રહેલા જાણનારને બુદ્ધિ જાણતી નથી, તે સંસારાંધકારને વિનાશ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું. જે ત્રણે કાલમાં એકરૂપ રહેનાર છે તે સર્વવ્યાપક ચેતનને
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy