________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો..
નાર સૂર્ય, શીતળસ્વભાવવાળા ચંદ્ર, દેવોના રાજા ઈંદ્ર, ગતિસ્વભાવવાળ વાયુ, ને યજ્ઞ આવી રીતે ભિન્ન ભિન્ન નામની કલ્પના કરીને જે બ્રહ્મ એક છતાં પોતપોતાની બુદ્ધિના ભેદથી જેને ઉપર કહેલી રીતે બહુ પ્રકારે કહે છે, તે સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર અંતરામાંથી અભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૮.
सत्यं ज्ञानं शुद्धमनन्तं व्यतिरिक्तम , शान्तं गूढं निष्कलमानन्दमनन्यम् । इत्याहादौ यं वरुणोऽसौ भृगवेऽजं, • तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१९॥
સત્ય, જ્ઞાન, શુદ્ધ, અનંત, ભિન્ન, શાંત, ગૂઢ, અવચવરહિત, આનંદરૂપ, અદ્વિતીય ને જન્મરહિત જેને આ વરુણ ભૂગપ્રતિ પ્રથમ કહેતા હવા, તે સંસારબંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.
ત્રણે કાલમાં એકરૂપે રહેનાર, સર્વદા તારપ, અવિદ્યા ને તેના કાર્યરૂપ મલથી રહિત, દેશ કાલ ને વસ્તુના પરિછેદથી રહિત, અન્નમયાદિ પાંચ કાશથી ભિન્ન, ક્રોધાદિ વિક્ષેપથી અવંતરહિત, નામરૂપથી આચ્છાદિત હોવાથી અજ્ઞાનીઓને ન જણાય એવું, નિરવયવ, દુઃખથી ભિન્ન પરમાનંદરૂપ, અદ્વિતીય અને ઉત્પત્તિરહિત જેને શ્રવણ નામના મુનિ પિતાના જિજ્ઞાસુ પુત્ર ભૂગપ્રતિ પ્રથમ કહેતા હતા, તે સંસારરૂપ અંધકારની નિવૃત્તિ કરનાર અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૯.
कोशानेतान्पश्चरसादीनतिहाय, ब्रह्मास्मीति स्वात्मनि निश्चित्य दृशिस्थः ।